Abtak Media Google News

સુઝલામ સુફલામ યોજના અંતર્ગત આગામી ૧લી મેી રાજયમાં તળાવો અને ચેકડેમ ઉંડા ઉતારવા માટે સતત એક મહિનો સુધી શરૂ થનાર ઝુંબેશ અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સો બેઠક યોજી જળ સંચયની આ કામગીરી માટે જવાબદારી સોંપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ રાજયમાં ભુગર્ભ જળના સ્તર ઉંચા લાવવા તા સ્થાનિક જળ સ્ત્રોતોને વિકસાવવા માટે રાજય સરકાર દ્વારા સતત એક માસ સુધી ઝુંબેશ‚પી કામગીરી માટે ગુજરાત સપના દિન એટલે કે તા.૧લી મેી ૩૧ મે સુધી તળાવો અને ચેકડેમોને ઉંડા ઉતારવા સુઝલામ સુફલામ યોજના હેઠળ ઝુંબેશ‚પી કામગીરી કરશે. આ માટે સરકાર દ્વારા સ્વૈચ્છીક સંસઓ અને સહકારી ક્ષેત્રને જવાબદારી સોંપવામાં આવી છે. જે અન્વયે ગઈકાલે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સ્વૈચ્છીક સંસના અગ્રણીઓ સો બેઠક યોજી હતી. જયારે આજે માર્કેટીંગ યાર્ડ, જુદી જુદી સહકારી બેંકો સહિતના સહકારી અગ્રણીઓ સો બેઠક યોજી જળ સંચયમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

વધુમાં જળ સંચય માટે સ્વૈચ્છીક સંસઓની સો સો સરકારી અગ્રણીઓને પણ તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા માટે ડિઝલ, જેસીબી માટે ર્આકિ સહયોગ ઉપરાંત વિવિધ ગામોના ચેકડેમ તળાવોને ઉંડા ઉતારવા માટે આવા પ્રોજેકટોને દત્તક લેવા માટે અનુરોધ કરાયો હતો. જેને સહકાર ક્ષેત્ર દ્વારા હકારાત્મક અભિગમ સો જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.