Abtak Media Google News

“મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અંગે શ્રમ અને રોજગાર નિયામકશ્રી અવન્તિકાબેને પ્રેઝેન્ટેશન દ્વારા અમલીકરણ અંગે માહિતી પુરી પાડી હતી. નિયામકશ્રી દ્વારા આઇટીઆઇ પાસ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીયલ લેવલે તાલીમ આપવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચનો કર્યા હતા.

વધુમાં ઇન્ડસ્ટ્રીયાલીસ્ટોને પોતાની કંપનીમાં કેમ્પ કરવા માટે સમય ફાળવવા અપીલ કરી હતી. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા એપ્રેન્ટીસશીપ રજીસ્ટર્ડ થયેલ છે તેની માહિતી મેળવવી અને વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે તે અંગે સુચનો કર્યા હતા. આઇટીઆઇમાં પહેલા અને ત્રીજા શનીવારે ભરતી મેળા કરવાનું આયોજન કરવામાં આવેલ છે. રિલાયન્સને અલગથી ભરતી મેળો કરવા માંગતુ હોય તો ત્યાં પણ ભરતી મેળો યોજવાનુ આયોજન કરવામાં આવશે. ૩૦ જુનના રોજ ભરતી મેળામાં ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને શાળામાં કેમ્પ કરીને વિદ્યાર્થીઓને મેળામાં લાવીને એપ્રેન્ટીસમાં જોડાવા માર્ગદર્શન આપવામાં આવશે.

01 2 2એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાની વિશેષ માહિતી આપતાજણાવેલ કે, એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગતએપ્રેન્ટીસોને બેઝીક તાલીમ અને ઓનજોબ તાલીમ લેવાની રહે છે. ઔદ્યોગિક એકમ ખાતે એપ્રેન્ટીશની ભરતી સમગ્ર વર્ષ દરમ્યાન થાય છે જેનો સમયગાળો ૬ માસ થી ૨ વર્ષ સુધી અલગ અલગ ગ્રેડ મુજબ અલગ અલગ હોય છે. એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટી પોર્ટલ www.apprenticeship.gov.inપર રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. તેના માટે ઇ-મેઇલ એકાઉન્ટ જરૂરી છે. ઉપરાંત આઇટીઆઇ ખાતે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

આ બેઠકમાં નાયબ નિયામક(તાલીમ)શ્રી દવે દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંગે પ્રેઝેનટેશન મારફત વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવેલ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિ શંકર, શ્રમ અને ફેકટરી નિયામકશ્રી સી.જે.પટેલ,નિવાસી અધિક કલેકટર કેલૈયા,આઇટીઆઇ પ્રીન્સીપાલશ્રી ચોટાઇ, રોજગાર અધિકારીશ્રી આર.કે.ભદ્રા તેમજ સંલગ્ન વિભાગના પદાધિકારી-અધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.