Abtak Media Google News

મોરબીમાં બાઈક ચોરી કરનાર વઢવાણનો શખ્સ અગાઉ ૬ મહિના પહેલા રાજકોટમાં પણ ચોરીના ગુનામાં પકડાયો ‘તો

મોરબીના ઋષભનગરમાંથી ગત તા. ૧૩ના રોજ બાઈકની ચોરી થઈ હતી. આ બાઈક સાથેવઢવાણના એક શખ્સને ઝડપી લઈને પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઋષભનગરમાં પાર્ક કરવામાં આવેલ બાઈક ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરી થયેલા આ બાઈક સાથે એક શખ્સ ત્રાજપર ચોકડીએથી નીકળવાનો હોય તેવી બાતમી મળતા પોલિસે વોચ ગોઠવી હતી. બાદમાં ચોરી કરેલા જીજે ૦૩ જેએસ ૦૪૦૩ નંબરનું બાઈક લઈને નીકળેલા ધરમ જસવંતભાઈ રાજગોર ઉ.વ.૨૨ રહે. વઢવાણને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સ રાજકોટ શહેરમાં વાહન તેમજ મોબાઇલની ચોરીના ગુનામાં ૬ માસ પહેલા પકડાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.