લોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

૫૬૪ બોટલ દારૂ, લકઝરી ગાડી અને મોબાઈલ મળી રૂ.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના બૂટલેગરની શોધખોળ

લોધીકા-ખીરસરા રોડ પર આવેલા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતનો ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે લોધીકા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખીરસરા-લોધીકા રોડ પરથી જીજે૧કેબી ૪૫૨૩ નંબરની કારમાં વિદેશી દારૂ ભરીને રાજકોટનો ક્રુષાંગ મુકેશ તળપદા નીકળવાના હોવાની કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આર્શિવાદ ગ્રીન સીટી પાસે વોંચ ગોઠવી હતી. વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતના ૫૬૪ બોટલ દારૂ સાથે ક્રુષાંગ તળપદા ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખસની પ્રાથમિક પુછપરછમાં રાજકોટના દેવપરામાં રહેતો બ્રિજે ઉર્ફે ભુરો ઝાલા નામના બુટલેગર પાસેથી દારૂ લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Loading...