Abtak Media Google News

એેલ.સી.બી.એ દરોડો પાડી રૂ.૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર શહેર વિસ્તાનરમાં એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા ને બાતમીરાહે મળેલ કે હાલમાં ચાલતી આઇપીએલ મેચ ઉપર લખધિરસિંહ દિલીપસિંહ પરમાર/રજપુત રહે.બોર તળાવ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં-૬ ભાવનગર વાળો ભાવનગર ફુલસર કર્મચારીનગર પ્લોટ નંબર-૪૧૬ ના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી ટી.વી. માં આવતી. ચેન્નઇ / રાજસ્થાન ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ સારૂ હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન લખધિરસિંહ દિલીપસિંહ પરમાર રહે.બોરતળાવ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં-૬ ભાવનગર વાળા મળી આવતા તેના કબ્જા માંથી એક ટી.વી. તથા મોબાઇલ ફોન નંગ-૦૮ તથા રોકડ રૂ.૫૫૦૦/- તથા બીજી અન્ય ચિજ વસ્તુઓ મળી કુલ રૂ.૩૯,૭૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધમાં બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગારઘારા કલમ-૪/૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હે.કો. રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા , સાગરભાઇ જોગદિયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.