Abtak Media Google News

સાઉન્ડ, ઈવેન્ટ્સ, વાર્દી લોન્સ ગાયક, એન્કર સહિતના વ્યવસાયકારો વ્યવસાય બદલાવવા મજબૂર બન્યા

કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતુ. લોકડાઉન અમલી બનતા તમામ ઉદ્યોગ -ધંધા પર ‘લોક’ લાગતા બંધ થયા હતા. ઉદ્યોગ ધંધા ઠપ્પ થતા દેશ આરોગ્ય અને આર્થિક એમ બે મોરચે લડી રહ્યો હતો જેને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા તબકકાવાર અનલોક સ્વરૂપે ઉદ્યોગ ધંધાને છૂટછાટ આપવામા આવી હતી. અનલોક ૫ની માર્ગદર્શિકાપણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં સિનેમાઘરો અને મોલ, મલ્ટીપ્લેકસને પણ આંશિક છૂટછાટ આપી દેવામાં આવી છે પરંતુ સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જે જાહેર કાર્યક્રમોને છૂટછાટ આપવામાં આવી છે. તેમાં અગાઉ ૫૦ લોકોની છૂટ રાખવામાં આવી હતી. જેને અનલોક ૫માં વધારીને ૧૦૦ કરી દેવામાં આવી છે. જેના પરિણામે જાહેર કાર્યક્રમો સાથે સંકળાયેલા વ્યવસાયો હાલના સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જાહેર કાર્યક્રમો સાથે અનેકવિધ વ્યવસાયો સંકળાયેલા છે. જેમકે, ઈવેન્યસ કંપની, સાઉન્ડ કંપની, સાજીંદાઓ, ગાયકો તેમજ એન્કરો હાલ ભારે હાલલાકી ભોગવી રહ્યા છે. કાર્યક્રમો બંધ હોવાથી આવા વ્યવસાયકારો ભારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આ પ્રકારનાં વ્યવસાયકારોની મુખ્ય ધંધાની મોસમ લગ્નગાળો હોય છે.પરંતુ આ વર્ષે ભારે લગ્નગાળો હોવા છતાં લોકડાઉન હોવાથી આખુ વર્ષ નિષ્ફળ નિવડયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અધુરામાં પૂરૂ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થીમાં પણ દર વર્ષે યોજાતા જાહેર કાર્યક્રમો ઉજવાયા નથી અને હવે સરકારે નવરાત્રી પણ નહી યોજવા અંગે સ્પષ્ટતાકરી દીધી છે ત્રે આ પ્રકારનાં વ્યવસાયકારોની હાલત વધુ ગંભીર બની છે. જેના પરિણામે આવા વ્યવસાયકારો અન્ય વ્યવસાય કરવા મજબુર બન્યા છે.

આ પ્રકારના વ્યવસાયકારોની હાલની પરિસ્થિતિ અંગે ‘અબતક’ની વિરોધ રજૂઆત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ એસો.ના ઉપપ્રમુખ સુનિલ રાદડીયા, મહામંત્રી અનંત ચૌહાણ અને એમ.એમ. ઈવેન્ટસના માલીક અલ્પેશભાઈ જેઠવા હાજર રહ્યા હતા.

પ્રશ્ન: ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી શું? છે રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીની સ્ટ્રેન્થ શું છે: અલ્કેશ જેઠવાનું શું કહેવું છે.

જવાબ: ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી એટલે કે જે ફંકશન હોય છે જે કોર્પોરેટ હોય, મેરેજ, હોય જેમકે ઈવેન્ટ કરાવનાર વ્યકિત છે. એ ઈવેન્ટ કરાવે છે ને તે ઈવેન્ટની જવાબદારી કોઈ ઈવેન્ટ મેનેજરને સોંપવામાં આવે છે. અને ઈવેન્ટ કરાવનાર (મેનેજર)એ આખે આખી ઈવેન્ટ કરાવે તેને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ હોય છે. તમે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોવો ને તો સર્વે કર્યો છે આખા ગુજરાતમાં ૨૦ લાખ લોકો ઉપર ૨૦ લા લોકોથી વધારે લોકો આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. અને બધાના પરિવાર આ ઈન્ડસ્ટ્રી પર ચાલતા હોય છે. ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી એક હોય છે. પણ એ એક ઈવેન્ટથી ઓછામાં ઓછા ૨૦૦ થી ૨૫૦ લોકોને રોજગાર મળી શકે છે.

પ્રશ્ન: (અનંતભાઈ) ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી એટલે શું? અનંતભાઈ ચૌહાણ

જવાબ: ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીએ એક પરટીકયુલર એક ઈન્ડસ્ટ્રી નથી પણ તેની સાથે ઘણા બધા લોકો સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે એક ઈવેન્ટ મે રાખી હોય તો તેમાં કેટ્રીંગ, મંડપ સર્વીસ, સાઉન્ડ સિસ્ટમ તેમા આર્ટિસ્ટ આવે ડેકોરેટર આવે તેમાં ટેઈલર આવી જાશે તો એમાં સામાન્ય એક લોડરથી લઈને ટ્રાન્સપોર્ટથી તો આમાં બધા કયાંને કયાંક જોડાયેલા છીએ.

પ્રશ્ન: સુનિલભાઈ રાદડીયા આપ રાજકોટના સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ એસો.ના પણ ઉપપ્રમુખ છો આપને પણ આજ પ્રશ્ન પૂછવા માંગીશ કે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી શું છે

જવાબ: અમારી ઈન્ડસ્ટ્રી એવી છે કે જન્મથી મરણ સુધીમાં બધા જ પ્રોગ્રામોમાં અમારી ઈન્ડસ્ટ્રી કામ આવે છે.દરેક ક્ષેત્રે અમારૂ કયાંકને કયાંક યોગદાન હોય છે.

પ્રશ્ન: જાહેર કાર્યક્રમ સાથે જેટલા પણ વ્યવસાયો સંકળાયેલા છે. જેમાં ઈવેન્ટથી માંડીને સાઉન્ડનો સ્ટેજનો સમાવેશ થાય છે. તો તેમાં હાલની પરિસ્થિતિ શું છે.

જવાબ: અલ્પેશભાઈ જેઠવાનું કહેવું છે કે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે ઘણા બધા વ્યવસાયો સંકળાયેલા છે. હું તમને વાત કરૂ તો કોઈ વ્યકિત નોકરી કરતો હોય ને કોઈ વ્યકિત બિઝનેશ કર્તો હોય અને સડનલી એને કહેવામાંવે કે આજથી લઈને તમને એક વર્ષ સુધી તમને એક રૂપીયાની ઈન્કમ થવાની નથી તો તેની પરિસ્થિતિ શું થાય જનરલી લોકો પોતાની ઈન્કમના પ્રમાણમાં પોતાના ખર્ચાઓ ડિવાઈડ કર્તા હોય છે.જેમકે લોન, સ્કુલની ફી, ઘર વખરી એ બધા આવકના માધ્યમથી દર મહિને નિકળતા હોય છે. ને આવી પરિસ્થિતિમાં કહેવામા આવે કે આજથક્ષ લઈને એક વર્ષ સુધી તમને એક રૂપીયાની ઈન્કમ થવાની નથી તો શું થાય ને આર્થિક પરિસ્થિતિની વાત કરૂ તો આ પરિસ્થિતિમાંથી અત્યારે સાઉન્ડ, આર્ટિસ્ટ, મંડપ સર્વીસ, લાઈટ ડેકોરેશન, વિડિયો ગ્રાફી, ફોટોગ્રાફી તેમજ ટ્રાવેલીંગને લગતા બિઝનેસો છે. એવા ઘણા બધા બિઝનેશ છે કે જે લોકોને માર પડયો છે ને જે લોકોની ઈન્કમ સાવ બંધ છે ને અમારી વાત કરૂ તો અનલોક થયાપછી હજુ સુધી અમે એક ફંકશન અમે કયુર્ંં નથી. ને સરકારની ગાઈડ લાઈન મુજબ ૫૦ લોકોથી વધારે લોકોની તો એક સારી ઈવેન્ટ જ ૨૦૦ થી ૨૫૦ લોકોની રોજગારી પુરી પાડે છે તો કેવી રીતે, એટલે કોઈને ઈન્કમ નથી ને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોની બધાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. ને જેમ જેમ સમય જાતો જાય છે. તેમ તેમ પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. ને આના વિશે સરકારને નમ્ર અપીલ કરીએ કે વિનંતી કરીએ કે આ લોકો માટે કાંઈક વિચારો સહાય માંગવાની વાત નથી પણ આ ઈન્ડસ્ટ્રી ચાલુ થાય એના માટે સરકારને આપણે નમ્ર અપીલ કરીએ, થર્મલ સ્કેનીંગથી લાખો કરોડો લોકો ચાલે છે. માત્ર થર્મલ સ્કેનીંગથી બસોમાં, ટ્રેનોમાં, બજારોમાં, મોલમાં ખરીદી થઈ રહી છે. તો આવા કોઈ નિયમો સાથે ગાઈડ લાઈન સાથે આ ઈન્ડસ્ટ્રી ચાલુ થાય આવા પ્રયત્નો થાય કારણ આર્થિક પરિસ્થિતિનો સામનો બધા લોકો કરી રહ્યા છે. ને બહુ જ ગંભીર છે.અત્યારે તમામ લોકોની પરિસ્થિતિ. કથળેલી છે.

પ્રશ્ન: સુનીલભાઈ આ પ્રકારના જેટલા પણ વ્યવસાય છે એની સામે કેટલા પ્રકાર છે.

જવાબ: સુનીલભાઈનું કહેવું છે કે સાઉન્ડ, ડાન્સગ્રુપ મંડપ સર્વીસ, બેન્ડ પાર્ટી હોય છે. બગીવાળા હોય અનેક આવી ઈન્ડસ્ટ્રી આમાં જોડાયેલી છે. અત્યારે અકે પણ રૂપીયાની આવક થાતી નથી કેટલા બધા કલાકારો, સાઉન્ડ વાળા હવે નાના નાના બિઝનેસ કરીને બેઠા છે. કોઈ લોકો ફ્રૂટ વેચવા લાગ્યા છે.કોઈ ચા,ને કોઈ નાની મોટી સ્નેકસની દુકાનો શરૂ કરી છે. ઘણા બધા માટે આ પોસીબલ નથી અને આ વાતમાં અલ્કેશભાઈની સાથે જઈશ કે કોઈ સહાય આવે કોઈ આત્મનિર્ભર લોન આપે પણ કેટલા દિવસ ચાલે, જો અમે લોન લેશું તો પણ તેના હપ્તા ભરવા માટે અમારે આવક જોઈશે તો લોન કર્તા તો લોન કર્તા કોઈ એવી ગાઈડ લાઈન બાર પાડે ૧૦૦ વ્યકિતઓને અનલોક કર્યા છે તો તેનાથી વધારે લોકોને મળે ને આપડી ઈન્ડસ્ટ્રી ચાલુ થાય તો બધાને રોજી રોટી મળે આની પાછળ એકકર્તા કેટલા લોકો છે માનો કે એક ઈવેન્ટ થાય તો તેમાં ટ્રાન્સપોર્ટથી લઈ ઈવેન્ટ પુરી થાય ત્યાં સુધી કેટલા લોકો એમની સાથે જોડાયેલા હોય છે.

પ્રશ્ન: અનંતભાઈ ખાસ તમને પુછવા માગીશ જે પ્રકારે ઈવેન્ટની વાત કરીએ જે પ્રકારે તમામ વ્યવસાયોની વાત કરીએ જે ઈવેન્ટ સાથે સંકલાયેલી છે. તો આ તમામ વ્યવસાયના વ્યવસાયકારો કેવી હાલાકી ભોગવી રહ્યા છે. લોકડાઉન અને અનલોક સુધી

જવાબ: અનંતભાઈના મતે લોકડાઉનની વાત કરીએ તો ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી અને ઈવેન્ટ એ સીઝનલ બીઝનેસ છે કે મેરેજ સીઝન છે. કે કોઈ ધાર્મિક પ્રસંગ એ તેની સાથે જોડાયેલું છે. એટલે એવું નથી કે એ ૩૬૫ દિવસ ચાલુ રહે એમાં એવું છે કે સીઝનના ૧૦૦ દિવસ ચાલે ને એ ૧૦૦ દિવસની સીઝનમાંથી કોઈ પણ વેપારી કે કોઈ પણ વ્યકિત પોતાના કે આખા વર્ષનાં પોતાના ત્યાં કામ કર્તા વ્યકિતના પગાર જે આખા વર્ષ દરમ્યાન જે વ્યકિતને કમાવવાની અમાઉન્ટ છે તે એક સિઝનમાં થાય છે હવે તમને નવરાત્રીની વાત કરૂ તો કે ગઈકાલે પેલી ગાઈડ લાઈન આવી કે આ વખતે નવરાત્રી નથી થવાની તેમ સી.એમ. સાહેબે કીધુ તો નવરાત્રી પહેલા ગણેશ ઉત્સવને મેરેજ સીઝન હતી તો આ બધી વસ્તુ રોજબરોજ ચાલતો બિઝનેસ નથી જેતે તહેવારોને લઈને ચાલતો બિઝનેસ છે. તો આ હાલાકી ભોગવી ને હવે આ નવરાત્રી પછી આ પાછુ કયારે ચાલુ થશે એ મોટો પ્રશ્ર્ન છે. ઈવેન્ટ સાથે જોડાયેલા કોઈ વ્યકિતનુયં લાખો કરોડો રૂપીયાનું ઈન્વેસ્ટમેન્ટ હોય છે. ને એ ઈન્વેન્ટ્રી વસાવવા માટે તે વ્યકિતએ બેંક પાસેથી લોન લીધી હોય છે.

હહવે સરકારની ગાઈડ લાઈન મુજબ ઈએમઆઈ ચાલુ થઈ ગયા છે. ને લોકડાઉનથી લઈને આજ સુધી કોઈ બિઝનેસ કર્યો નથી ને કોઈ આવક નથી ને સરકારની કોઈ ગાઈડ લાઈન છે નય કે આ બિઝનેસ પાછો શરૂ કેવી રીતે થાય તો આર્થિક પરિસ્થિતિએ સૌથી મોટો પડકાર છે. ને રોજ બરોજનાં જે ડેઈલી ખર્ચા છે એ બધુ તો ફરજીયાત દેવાનું જ છે. તો આવકનથી ને જે રેગ્યુલર બેઝીક પર જે જાવક છે. તે તો ચાલુ જ છે.

પ્રશ્ન:- કા તો અલ્પેશભાઇ તમને પ્રશ્ર્ન છે કે લગ્ન સીઝનએ લોકડાઉનમાં બધા સારી મુહુત કેન્સલ થયાને બધા પ્રોગ્રામ બંધ રહ્યાનો કેવી અસર પડી

જવાબ:- અલ્કેશભાઇ ના મુજબ આ જે સિઝન પ્રમાણે જે પ્રોગ્રામ ચાલુ છે તેમાં અમારી સાથે જોડાયેલ તમામ વ્યકિત કેઇવેન્ટ કે તમામ પરિવારના ખર્ચાઓ આ સિઝનમાં જ કાઢવાના હોય છે. જે સિઝન વઇ ગઇ છે. જે સાતમ આઠમ હોય કે ગણપતિ ઉત્સવમાં સિઝન પ્રમાણે કામ હોય છે. આ બધા સીઝનલ ધંધા છે. તો આ વખતે સંક્રમણના કારણે કોઇ સીઝન કે કોઇ ત્યોહાર નથી ઉજવ્યા તો નવરાત્રી ગાઇડ લાઇન ના પ્રમાણે નવરાત્રી ઉજવવા દયે તો કરી શકાય ને નવરાત્રિ પછીની સીઝન જેમાં ૧૦૦ લોકોની ગાઇડ લાઇન બાર પાડી છે. તો એમાં બધા ઇવેન્ટ વાળાનો કે કલાકાર કે સંકળાયેલા તમામ ધંધાનો ખર્ચો નીકળશે નહી પાર્ટી પ્લોટમાંને ખુલ્લા વાતાવરણમાં કાર્યક્રમ થઇ શકે છે તો થર્મલ સ્ક્રીનીંગ કરી સેનેરાઇઝ કરી ચોકસી લેટરથી કાર્ટ બિટ માપીને ૩ થી ૪ હજાર લોકો સમાય તેવો પાર્ટી પ્લોટ હોય છે. તો કમરોકમ હજાર માણસોને પરમીશન મળે તો પણ આ ઇન્ડસ્ટ્રી ચાલુ થઇ શકે છે.

અને ઇવેન્ટ વાળા એવી રીતે કરાવી શકે કે તેમનું થર્મલ સ્કીનીંગ કરી સેનીટાઇઝથી ચોકસી લેટરથી તેની તપાસ કરીને આવી બધી ગાઇડ લાયન્સ આપી ને થઇ શકે છે. માત્રને માત્ર ધાર્મિક કે સામાજીક કાર્યક્રમો બંધ કરવાથી કોરોના સંક્રમણ ઘટી જશે અથવા તો આવા કાર્યક્રમો થવાથી કોરોના સંક્રમણ વધશે તેવું નથી, ખરેખર કોરોના સંક્રમણ ત્યાંથી થાય છે કે ત્યાં બેદરકારી રાખવામાં આવે છે.

પ્રશ્ન:- માર્ચ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી આ ઇન્ડસ્ટ્રીને કુલ કેટલી નુકશાની

જવાબ:- અનંતભાઇ ચૌહાણે કહ્યું હતું કે કે અમારો વ્યવસાય સીઝનલ વ્યવસાય છે. લગ્નગાળો અથવા તો તહેવારોના સમયમાં જ અમારા વ્યવસાયમાં સીઝન આવતી હોય છે. રાજકોટમાં સાઉન્ડ એન્ડ સ્ટેજ  લાઇટ સાઉન્ડ એસોસીએશનમાં જ ૭૦૦ જેટલા સભ્યો નોંધાયેલા છે. નાનામાં નાનો વ્યવસાય ૧પ થી ર૦ લાખ રૂપિયાનો રોકાણ ધરાવતો હોય છે. જે નવરાત્રીમાં ર લાખ રૂપિયા સુધીની આવક કરતા હોય છે.મોટા વ્યાપારીઓ પ થી ૭ કરોડનું રોકાણ ધરાવતા હોય છે જેઓ નવ દિવસની નવરાત્રીમાં ૧પ થી ર૦ લાખ રૂપિયાની આવક ધરાવતા હોય છે. ફકત સાઉન્ડ એસોસિએશનને જ આ સમયગાળા દરમ્યાન રૂપિયા ૪ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. તે ઉપરાંત ઇવેન્ટસ કંપની સિકયુરીટી કંપની, પાર્ટી લોન્સ સહિતના વ્યવસાયોની મુખ્ય ધંધાની સીઝન લગ્નગાળો અને તહેવાર હોય છે. જે લોકડાઉનમાં વિત્યા હોવાથી ખુબ મોટો ફટકો પડયો છે. જેની આંકડાઓમાં ગણતરી કરવામાં અસંભવ જેવું છે.

પ્રશ્ન:- લોકોની મર્યાદીત સંખ્યા સાથે જાહેર કાર્યક્રમો યોજવાની છુટ આપના વ્યવસાય માટે આશીર્વાદ રૂપ કે પડકારરૂપ?

જવાબ:- સુનિલભાઇ રાદડીયાએ કહ્યું હતું કે હાલ જે રીતે છુટછાટ આપવામાં આવી છે તે અમારા માટે કરગત નથી જાહેર કાર્યક્રમોમાં આપવામાં આવેલી છુટછાટ એ અમારા માટે કારગત એટલે નથે કે જેમ સંખયા ઓછી તેમ કાર્યક્રમોની સંખ્યા પણ ઓછી થતી જાય છે. સરકારને ‘અબતક’ના માઘ્યમથી અપીલ કરવા માંગું છું કે અમારી ઇન્ડસ્ટ્રીઝ ખુબ મોટી છે તો વ્યવસાયકારોના હિતને ઘ્યાને રાખી વધુ છુટછાટ આપવામાં આવે જેથી અમારો જેવા ઉઘોગ સાહસિકો સ્પર્ધાત્મક યુગમાં ટકીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે

પ્રશ્ન:- છ મહિનાની ખોટ પુરી કરતા કેટલો સમય લાગી જશે?

જવાબ:- અલ્કેશભાઇ જેઠવાએ કહ્યું હતું કે અમારો ધંધો સીઝનર છે અન્ય ધંધાની પઘ્ધતિથી અમારી પઘ્ધતિ અલગ હોય છે. અમારે ચોકકસ સમયગાળામાં ધંધો કરવાનો હોય છે. જે સીઝન બાદ અમારે વેપારના નામે શુન્ય હોય છે. જેથી આ ખોટ પુરી કરતા ત્રણ થી ચાર વર્ષનો સમય લાગી જાય તો નવાઇ નહી. તેમાં પણ ખાસ મહત્વનું પાસુ એ છે કે હજુ કોરોના સંક્રમણ કયારે અંકુશમાં આવશે તેનાથી આપણે સૌ અજાણ છીએ અમે ખાસ સરકાર અમને કયારે છુટછાટ આપશે તે પણ હજુ ખ્યાલ નથી જેથી અમારે હજુ કેટલું ઉપડાવાનુ: છે તે કહેવું મુશ્કેલ છે.

પ્રશ્ન:- નવરાત્રી નહી યોજાય તો કેટલી હાલાકી ભોગવવી પડશે?

જવાબ:- જો નવરાત્રી પર સઁપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે તો કોઇ એક વ્યકિત હેરાન નહી થાય પરંતુ અનેકવિધ ઇન્ડસ્ટ્રીના હજારો લોકો કે જેમની આજીવિકા આ ધંધાર્થી ચાલે છે. તેવા સૌ ભારે હાલાકી ભોગવશે અનેક લોકો અન્ય વ્યવસાય અપનાવવા મજબુર બન્યા છે. તે આપણે સૌ જાણીએ જ છીએ અને જો નવરાત્રી  નહી યોજાય તો હજુ વધુ ગંભીર હાલત થશે. સરકાર ભલે મોટા રાસોત્સવને મંજુરી ન આપે પરંતુ નાના નાના શેરી ગરબા, ગરબી મંડળોને છુટછાટ આપવી જરુરી છે. કેમ કે તેના થકી નાના સાઉન્ડવાળા, મંડપવાળા, ઇલેકટ્રોનિકસવાળાનો ધંધો શરુ થશે તો આશાનું કિરણ ઉગશે. આ છુટછાટ નવા પ્રાણ ફુંકવાનું કાર્ય કરશે.

પ્રશ્ન:- હજુ થોડો સમય ધંધો બંધ રહે તો શું થશે?

જવાબ:- સુનીલભાઇએ કહ્યું હતું કે, આશાનું કિરણ નવરાત્રી હતી. હવે નવરાત્રી યોજાય તેનું  લાગતું નથી જેથી નાના વેપારીઓની હાલત ખુબ જ કફોડી બનનારી છે. સાથો સાથ ગાયક, એન્કર પણ ખુબ હેરાન થનાર છે. રોકાણકારોના હપ્તા ચડયા છે. આજીવિકા છિનવાઇ છે ત્યારે નવા વ્યવસાય કરવો પણ અસંભવ છે જેથી હાલ હાલત અત્યંત નાજુક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.