સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫મીથી શરૂ કરાશે

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે.

સરકારની અનલોક ૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી સોમનાથ મંદિરનાં દર્શનનો સમય સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ અને સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી મંદિર દર્શનાથીઓ માટે ખૂલ્લુ રહેશે. યાત્રિકાને સવાર, બપોર અને સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં નહી આવે.

વિશેષમાં સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો સરકારની અનલોક ૫ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ૧૫ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે.

Loading...