Abtak Media Google News

બે દસકા પૂર્વેના નાસાના ડેટાને મજબુત બનાવતા પુરાવા મળી આવ્યા.

અંતરિક્ષની અવનવી ખોજ માટે નાસા સતત કાર્યરત રહેતું હોય છે ત્યારે હવે સોલાર સિસ્ટમના એક ગ્રહ જયુપીટરના ચંદ્ર યુરોપા પર વિશાળ જળ જથ્થો મળી આવતા જીવનથી દુર એક જીવનની શકયતાઓ સેવાઈ રહી છે. યુરોપા પર ખારા પાણીના વિશાળ સમુદ્રો, પ્રમાણસર ગરમી અને બરફ પણ મળી આવ્યા છે. કહી શકાય કે એલિયનોને રહેવા માટે સોલાર સિસ્ટમમાં જયુપીટર યોગ્ય ગ્રહ છે.

બે દસકા પૂર્વે નાસાના ડેટા મુજબ ચંદ્ર પર ૧૦૦ માઈલ પાણી હોવાન રીપોર્ટ સામે આવ્યો હતો ત્યારે યુરોપાની શોધ બાદ ચંદ્ર પર સ્પેસ હોવાના એંધાણો સાચા પડી રહ્યા છે. ચંદ્ર પર જે પ્લમો મળ્યા હતા તેનો સંબંધ યુરોપાના સમુદ્રો સાથે છે તો ત્યાં પણ જીવન હોવાની શકયતાને વેગ મળે છે.

રિસર્ચરો વધુ માહિતી માટે આ મિશન પર કામ કરી રહ્યા છે. નાસા યુરોપા કલીયર અને યુરોપીયન સ્પેસ એજન્સીએ ૨૦૨૦ના મધ્યમાં જયુપીટર આઈસી મુન મિશન (જયુસ) લોન્ચ કર્યું હતું જેમાં હાઈ રિસોલ્યુશન કેમેરાથી તમામ વસ્તુઓ કેમેરામાં કેદ કરાઈ હતી. આ પૂર્વે પણ અનેક વખત ચંદ્ર પરથી પાણી તેમજ ગરમીના પુરાવા મળી આવ્યા છે. જોકે ગેલીલીઓ બાદ કોઈ પણ સ્પેસક્રાફટ ચંદ્રના ૨૫૦ માઈલ્સની દુરી સુધી પહોંચી શકયું નથી.

ગેલીલીયો વખતેના ઈન્વેસ્ટીગેટીંગ પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, એક વખત સ્પેસક્રાફટ યુરોપાની સપાટીની ખુબ જ નજીક આવી ચાલ્યુ ગયુ હતું પણ વૈજ્ઞાનિકોને ખાસ સ્પષ્ટતા મળે તેવા પુરાવા મળ્યા નથી. જોકે જયુપીટરના ચંદ્રનું તાપમાન કોમ્પ્લેકસ છે કારણકે જયુપીટર સખત મેગ્નેટીક ફિલ્ડોથી બન્યું છે જે યુરોપાના વાતાવરણ માટે જવાબદાર છે માટે પૃથવીથી દુર પણ એક જીવન હોય તેવી શકયતાઓ મજબુત બની રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.