Abtak Media Google News

ધારાસભ્ય લલીતભાઈ વસોયાની આગેવાની હેઠળ કોંગી અગ્રણીઓએ મામલતદારને આવેદન પાઠવ્યું: ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ અને પાક વિમો ચુકવવાની માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી ઉપલેટાના ધારાસભ્યની આગેવાની હેઠળ ખેડુતોને પોતાના ખેતપેદાશોના પોષણ ભાવ મળે તેવી માંગ સાથે કોંગ્રેસની વિશાળ રેલી નિકળી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

10 6ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાના માર્ગદર્શન નીચે બસ સ્ટેન્ડ ચોકમાંથી તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, કોંગ્રેસના અગ્રણી પ્રવિણભાઈ દલસાણીયાની આગેવાનીમાં વિશાળ ખેડુતોની રેલી નિકળી હતી. આ રેલી શહેરના રાજમાર્ગે થઈ શહેરના મુખ્ય માર્ગ ફરી મામલતદાર કચેરીએ પહોંચી ત્યાં ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર વિરુઘ્ધ જોરદાર સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.

12 7

આ આવેદનપત્રમાં હાલના સમયમાં ખેડુતોને પોતાના ખેતપેદાશોના પુરા ભાવો મળતા નથી. ટેકાના ભાવે ખરીદીમાં ભાજપના મળતિયાઓ ખેડુતો પાસેથી કમિશન લ્યે છે અને ઉપલેટા વિસ્તારમાં ગત વર્ષ સાવ નિષ્ફળ ગયું હોવા છતાં માત્ર ૬ ટકા જેવો કપાસનો વિમો આપી ખેડુતોનું શોષણ કરેલ છે. તે પાક વિમાનું રિસર્વ કરી નવેસરથી પાક વિમાનું ચુકવણું કરવું ખેડુતોને વધુ સમય વિજળી આપવી સહિતની ખેડુતોના વિવિધ પ્રશ્ર્નોની માંગણી કરવામાં આવી હતી.

11 6

આ રેલીમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડિયા, કારોબારી સમિતિના ચેરમેન જયદેવભાઈ વાળા, તાલુકા પંચાયતના સભ્યો નસીમાબેન સુમરા, ભુપતભાઈ ચાવડા, જયાબેન ડાંગર, કાંતીભાઈ ટિલવા, પ્રતાપભાઈ પટેલ, ગીતાબેન મુછડીયા, માલદેભાઈ ચૌહાણ, રમેશભાઈ, નવિનભાઈ દલસાણીયા, નરેન્દ્રભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયતના સભ્ય સોમાભાઈ મકવાણા, નારણભાઈ સેલાણા, ગ્રામ પંચાયતના સરપંચો પ્રજાભાઈ સુમરા, દેવાયતભાઈ ગંભીર, કિનાભાઈ લાખોતરા, મંગાભાઈ, દિનેશભાઈ, અબ્બાભાઈ, અશ્ર્વિનભાઈ, હરિભાઈ ફળદુ, નારણભાઈ આહીર, મનુભાઈ ભાલોડિયા, પુજાભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રામશીભાઈ વામરોટીયા, ભારતીબેન હુંબલ, ગોવિંદભાઈ ભિંભા, બહાદુરભાઈ માંકડ, માધાભાઈ વિંઝુડા, સોમાભાઈ વિંઝુડા, કારાભાઈ બારૈયા, ભાયાવદર નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નયનભાઈ જીવાણી, ઉપપ્રમુખ બાધાભાઈ ભારાઈ, રૂડાભાઈ ખાંભલા ઉપલેટા નગરપાલિકાના સભ્યો ભુપતભાઈ કનેરિયા, રઘુવીરસિંહ સરવૈયા, ધર્મેન્દ્રભાઈ ભાસ્કર, બોડુભાઈ શેખ, કોંગ્રેસના અગ્રણી વલ્લભભાઈ, કિશનભાઈ વસોયા, પ્રદિપભાઈ જોષી, ગીરીશભાઈ આરદેશણા, લાલાભાઈ, મહિલા અગ્રણીઓ આરતીબેન માકડિયા, રેખાબેન મકવાણા સહિત પાંચસો ખેડુતો હાજર રહી મામલતદારને આવેદન પત્ર પાઠવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.