Abtak Media Google News

ગુરુબીન જ્ઞાન કહાં સે પાઉ…..

ગુરુવંદના અને ગુરુએ આપેલા જ્ઞાનનો આભાર વ્યકત કરવાં ગુરુપુજન એટલે કે ગુરુપૂણિમાનું અનેરુ મહત્વ છે. સ્વામીનારાયણ ભગવાનના

તમામ મંદીરોમાં ગુરુપુજન કરવામાં આવી રહ્યું છે. સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ ખાતે આજે વહેલી સવારે ઘનશ્યામ મહારાજના પાટોત્સવ અને ગુરુપૂર્ણિમાના બેવડા સંયોગથી હરિભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે વહેલી સવારે ઘનશ્યામ મહારાજના અષિેભેક સામે ગુરુવંદના મહોત્સવનો પ્રારંભ થયો હતો.

Ghadapur-Ummataya-Of-The-Bhadikas-Of-The-Bagdana
ghadapur-ummataya-of-the-bhadikas-of-the-bagdana

ગુરુનો અર્થ છે પોતાના શિષ્યનો અંધકાર દુર કરી પોતાના સદઉપદેશના માઘ્યમથી શિષ્યના અજ્ઞાનરુપી અંધકારને દુર કરે તે ગુરુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ગુરુવંદનાના મહાપર્વ ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસથી ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટ ગુરુકુલ ખાતે ઘનશ્યામ મહારાજનું પુજન અભિષેક, ધૂન તથા સત્સંગ કથા તેમજ અન્નકોટનું ભવ્ય દર્શનનો લાભ લેવા વહેલી સવારથી જ હરિભકતો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ ગુરુપુજનની સાથે સાથે વ્યસન મુકિત અભિયાન, રકતદાન કેમ્પ:, સુવર્ણપ્રાસન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.