Abtak Media Google News

બાઇક સાઇડમાં લેવાનું કહેતા ચાલક છરી વડે તુટી પડયો

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે પાણીના ડીલીવરમેન પર બાઇક સાઇડમાં લેવાની બાબતે ઝઘડો કરી બાઇક ચાલકે છરી વડે હુમલો કરતા ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નાનામૌવા પાસે આવેલી ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા ગૌરવ વિજયભાઇ દલસાણીયા નામના ર૦ વર્ષીય યુવાન પર યુનિવસિટી રોડ પર બાઇક ચાલકે છરી વડે હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગૌરવ ડોર ટુ ડોર પાણીની ડીલીવરી કરતો હોય ત્યારે પોતે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં હતો ત્યારે સામેથી આવેલા જીજે ૩ જેએન ૧૮૯૪ નંબરના બાઇક ચાલકને સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા બાઇક ચાલકે પોતાના પાસે રહેલી છરી વડે યુવાન પર હુમલો કરતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે યુવાનની ફરીયાદ પરથી બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.