Abtak Media Google News

હુમલાનો ભોગ બનેલા યુવાનને માથા, ગરદન, પેટ સહિતના ભાગે ગંભીર ઈજા

ચીકનની દુકાન લગાવવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં પાંડેસરામાં ગત રવિવારે મોડીરાત્રે ઉડીયા યુવાન ઉપર ત્રણ યુવાનોએ જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજા થઈ હતી. યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓરીસ્સાનો વતની અને પાંડેસરા શાંતાનગરમાં રહેતા ચિન્ટુ ઉર્ફે અજય મહેશ્વર જૈના (ઉ.વ.૩૧) ગત રવિવારે રાત્રે ૧૦.૪૫ કલાકે પાંડેસરા પિયુષ પોઈન્ટ ચાર રસ્તા પાસે એક્સીસ બેન્કની ગલીમાંથી પસાર થતો હતો ત્યારે નન્કુ ચીકનવાલા, ધર્મેશ અને રાકેશ સીંગે તેના ઉપર છરા વડે હુમલો કરી માથાના ભાગે, મોઢા ઉપર, ગરદન પાસે અને પેટના ભાગે ઘા ઝીંકતા તેે ગંભીર ઈજા થઈ હતી.

મિન્ટુ ઉર્ફે અજયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતાં દોડી ગયેલી પાંડેસરા પોલીસે મિન્ટુ ઇર્ફે અજયના ભાણેજ શિવા નટુભાઈ પઢીયારીની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે રવિવારે મિન્ટુ ઉર્ફે અજયનો નન્કુ ચીકનવાલા સાથે ચીકનની દુકાન લગાવવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં ત્રણેયે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે શિવાની ફરીયાદના આધારે ત્રણેય વિરુધ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પી.આઈ. કે.બી.ઝાલા કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.