Abtak Media Google News

નરેન્દ્ર મોદીની ઇચ્છા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવાની હતી પરંતુ આર્થિક પરિસ્થિતિઓ ખરાબ હોવાના કારણે તેઓ સૈનિક બની શક્યા નહીં. જ્યારે ૧૭ વર્ષની વયે યુવાનો પોતાના કેરિયર, સપનાઓ, પ્રેમ જેવી બાબતોમાં વધુ કેન્દ્રીત હોય છે ત્યારે શ્રી નરેન્દ્ર મોદી ઘર છોડીને ભારતભ્રમણ કરવા નીકળી ગયા હતાં. તેમની આ યાત્રા દરમિયાન અનેક સાધુસંતો, અનેક રાજ્યના લોકોને મળ્યા અને ૨ વર્ષ સુધી હિમાલયમાં રહ્યા. પરત ફરી અને તેમણે રેલ્વે સ્ટેશન પર ચા વેંચી હતી.

ગમે તેટલા લોકો વિરોધ કરે પણ તેમના મોટાભાગના ભાષણોમાં તેઓ દ્રઢ પણે ચા વેંચવાનો ઉલ્લેખ કરતા આવ્યા છે. તેમણે જ્યારે આર.એસ.એસ. માં પગલા માંડ્યા ત્યારે તેમનું કામ પોતા મારવાનું હતું અને તેઓ આ કામને નિષ્ઠાપૂર્વક નિભાવતા હતાં. ૧૯૮૭માં તેમણે ભાજપા જોઇન કર્યું પણ ભાગ્યે જ લોકો જાણતા હશે કે અમદાવાદની કોપોરેશનની  ચૂંટણી તેઓ હાર્યા હતાં. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમને મળેલ નિવાસ્થાનમાં પોતે મનન કરી શકે તે માટે એકલા જ રહ્યા હતાં. તેમની માતાને પણ આ ઘરમાં રહેવા તેમણે મંજૂરી આપી ન હતી. સ્વામી વિવેકાનંદના તેઓ પ્રખર ચાહક રહ્યા છે. તેમની બૂકના પ્રથમ પાના પર હંમેશા સ્વામીજીનો ફોટો રાખે છે.

પોતાના કપડા પર ક્યારેય કરચલી ન પડવા દેતા મોદી વર્ષોથી ઝેડ બ્લ્યુ બ્રાન્ડના જ કપડા પહેરતાં આવ્યા છે. મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની માતાએ સલાહ આપેલી કે ‘દિકરા ક્યારેય લાંચ લેતો નહીં’ માતાના આ શબ્દોને વળગી રહેવાના તેમણે સોગંદ ખાધા છે. પોતાના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે એક પણ રજા નથી લીધી! ‘મંદિર બાંધવા પહેલા જાજરૂ બાંધો’ કહેવાની હિંમત માત્ર નરેન્દ્ર મોદી જ કરી શકે. કોઈ પણ દેશ સાથેના કરાર હોઈ કે પછી કોઈ પણ દસ્તાવેજ પર સહી કરવાની હોય શ્રી નરેન્દ્ર મોદી માત્ર અને માત્ર હિન્દીમાં જ પોતાના હસ્તાક્ષર કરે છે…

આવા મહાન યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.