બિસ્કીટનો ‘સ્વાદ’ ચાખવાની નોકરી… ને પગાર રૂ.૪૦ લાખ

કોરોનાનો વાયરસ ફેલાતા અનેક દેશોમાં હલચલ મચી ગઈ અને ભારત સહિતના કેટલાય દેશોમાં કેટલાયે નોકરી ગુમાવી કે રોજગારી ગુમાવી આવા સમયે એક બિસ્કીટ કંપનીએ પોતાના બિસ્કીટનો સ્વાદ ચાખવા માટેની એક નોકરીની ઓફર કરી છે.બિસ્કીટનો સ્વાદ ચાખવા માટે રૂ.૪૦ લાખનું વાર્ષિક પેકેજ આપવાની કંપનીએ ઓફર કરી છે. કંપનીની આ ઓફર જોઈ કેટલાક લોકો અરજી કરી રહ્યા છે.સ્કોટલેન્ડની એક બિસ્કીટ ઉત્પાદન કરતી કંપની ‘બોર્ડર બિસ્કીટસ’એ નોકરી માટે અરજીઓ મંગાવી છે. કંપનીએ આ જાહેરાતમાં જે શરત રાખી છે તે સૌને ગમે અને લલચાવે એવી છે કંપની કહે છે અમારે ‘માસ્ટર બિસ્કીટર’ની જરૂર છે.એક અખબારનાં અહેવાલ મુજબ કંપનીએ જાહેરાતમાં જણાવ્યું છે કે અમારે એવા ‘માસ્ટર બિસ્કીટર’ની જરૂર છે જે બિસ્કીટનો સ્વાદ આપી શકે.

કંપનીએ જાહેરાતમાં વધુમાં જણાવ્યું છે કે અમારે એવા લોકોની જરૂર છે જે બિસ્કીટના સ્વાદ ચાખી શકે. ઉમેદવારને સ્વાદ અને બિસ્કીટ બનાવવાની પ્રક્રિયાની સમજ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે આગેવાની લેવાની અને બીજા સાથે સફળ વાતચીત કરવાની કલા, કૌશલ્યને ક્ષમતા હોવી જોઈએ.

બોર્ડર બિસ્કીટસ કંપનીના વહીવટી નિર્દેશક પોલ પાર્કિસને એક નિવેદનમાં જણાવ્યું છે કે બિસ્કીટ ઉદ્યોગમાં રસ ધરાવનાર વ્યકિત માટે આ સુવર્ણ તક છે. અમે અમારા આ બિસ્કીટ માસ્ટરના જ્ઞાનનો લાભ લઈ એવા બિસ્કીટ બનાવવા ઈચ્છીએ છીએ જે બિસ્કીટ દરેકની પસંદગીના બની જાય.

આ ઉપરાંત બોર્ડર બિસ્કીટસની બ્રાન્ડ હેડ સુજી કારલોનું કહેવું છે કે કંપની ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સ્વાદ અને ગુણવત્તાવાળા બિસ્કીટ પીરસવા તૈયાર છે. અમે આ કામ માટે ‘માસ્ટર બિસ્કીટર’ની શોધ કરી રહ્યા છીએ.પગારની વાત કરીએ તો કંપની આ કામ માટે વાર્ષિક ૪૦ હજાર પાઉન્ડ એટલે કે રૂ.૪૦ લાખનું પેકેજ ઓફર કરી રહી છે. આ નોકરી ફૂલટાઈમ છે અને આ નોકરી કરનારને ૩૫ દિવસની રજા પણ મળશે.

તમને એ જણાવીએ કે બોર્ડર બિસ્કીટસ કંપની પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બહુ ચર્ચિત છે. આ પેજ દ્વારા કંપની પોતાના ઉત્પાદનોની જાણકારી લોકોમાં શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ પેજમાં રસ લેતા હોય છે. અને પોતાની ટિપ્પણી પણ કરતા હોય છે.અમે સમગ્ર દેશમાંથી આ કામ માટે આવકારીએ છીએ અને પ્રતિભાશાળી વ્યકિતઓ ઈન્ટરવ્યુ માટે ઉત્સુક છે.નોકરી માટે અરજીઓ મંગાવવાના કેટલાય યુઝર્સ અવનવી ટિપ્પણી કરે છે. એનું કહેવું છે કે આ સૌથી સારી નોકરી છે.કારણ કે એમાં પગાર ખૂબ સારો મળે છે. અને મફતમા બિસ્કીટ પણ ખાવા મળે છે.

Loading...