Abtak Media Google News

જામનગરની એક તરૃણીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી એક શખ્સે પોતાના ભાઈ-ભાભી તથા બે મિત્રોનો સહકાર મેળવી તરૃણીનું જીપમાં અપહરણ કરી રાજકોટ લઈ જઈ બે દિવસ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના મયુરનગરમાં ચાલતા બાંધકામના એક સ્થળે કડિયાકામ માટે જતાં અમીત દિનેશભાઈ પઢિયાર નામના શખ્સે તે વિસ્તારમાં જ રહેતી એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. રોજેરોજ તે સગીરા સાથે વાતો કરી સંબંધને ઘનિષ્ઠ બનાવતા આ શખ્સે થોડા દિવસ પહેલા તે સગીરાને રાજકોટ ફરવા લઈ જવાનું કહ્યું હતું.

ત્યાર પછી બોલેરો જીપમાં આવેલા અમિત, તેના ભાઈ મયુર દીનેશભાઈ, ભાભી હિરલબેન મયુરભાઈ અને અમિતના મિત્ર કપિલ તથા કાનાએ તે સગીરાને મયુરનગર વિસ્તારમાંથી જીપમાં બેસાડી લીધી હતી.

તે તરૃણીને બે દિવસ સુધી રાજકોટમાં જુદા જુદા સ્થળે ફેરવી અમિતે તેણી પર ત્રણેક વખત દુષ્કર્મ આચર્યું હતું તે દરમ્યાન તરૃણીના પરિવારે પોલીસનો સંપર્ક કરતા તેણીના સગડ દબાવવામાં આવી રહ્યા હતા તે પછી એક ખાનગી વાહનમાં આ તરૃણીને જામનગર લાવવામાં આવી રહી હતી ત્યારે સગીરાએ કોઈપણ રીતે ૧૮૧નો સંપર્ક કરી ટૂંકાણમાં વિગતો જણાવતા ૧૮૧ની ટૂકડી રાજકોટથી જામનગર તરફ આવતા રોડ પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

તે તરૃણી સાથેનું વાહન જ્યારે જામનગરમાં પ્રવેશ્યું ત્યારે જ ૧૮૧ની ટીમે સગીરા તેમજ અમિત દિનેશભાઈને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડયા પછી આ સગીરાએ પોતાની વિતક વર્ણવતા ઈન્ચાર્જ પીઆઈ કોટવાળના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આઈ.એસ. વસાવાએ અમિત, તેના ભાઈ મયુર, ભાભી હિરલબેન, કપિલ તથા કાના સામે આઈપીસી ૩૬૬, ૩૭૬, ૩૬૩, ૧૧૪ તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.