Abtak Media Google News

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે  

“બીજાના ભલામાં આપણું  જ ભલું  છે…   એ જીવનસૂત્રને  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ખરા અર્થમાં જીવી બતાવ્યું છે “-પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

Dsc 2498વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.

1 8

આજે સવારે ૭:૩૦ કલાકે જે ક્ષણની વિશ્વભરના લાખો ભક્તો-ભાવિકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ એટલે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ. આજ રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, બી.એ.પી.એસ. સંસ્થાના સદગુરુવર્ય સંતો તેમજ અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન થયું. આ સાથે જ ૧૧ દિવસીય જન્મજયંતી મહોત્સવનો શુભારંભ થયો.

2 4

સ્વામિનારાયણ નગર ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી સાથે તેઓના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી, રાજકોટથી લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેરના MLA શ્રી અરવિંદભાઈ રૈયાણી,શ્રીગોવિંદભાઈ પટેલ, શ્રીલાખાભાઈ સાગઠિયા, રાજકોટ શહેર ભાજપ અગ્રણી શ્રીનીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રીમનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીસિદ્ધાર્થ ખત્રી, એસ.પી. શ્રીબલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રીબંછાનિધિ પાની તથા રાજકોટ શહેરના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રીઅશ્વિનભાઈ મોલિયા તદુપરાંત રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ શ્રીમૌલેશભાઈ ઉકાણી, શ્રી પરાક્રમસિંહ જાડેજા, બિલ્ડર એસોસીએશન ઓફ ગુજરાતના ચેરમેન અને ભૂમિ સંપાદક શ્રીપરેશભાઈ ગજેરા અન્ય ઉદ્યોગપતિ મનીષભાઈ માંડેકા, જયંતીભાઈ ચાંદ્રા, શ્રીભૂપતભાઈ બોદર, શ્રીબીપીનભાઈ હડવાણી, શ્રીરસિકભાઈ પટેલ, શ્રીચીમનભાઈ હપાણી, શ્રીપંકજભાઈ પટેલ, શ્રીનાથાભાઈ કાલરિયા, ‘અતિથિ: દેવો ભવ’ના માલિક શ્રીહેમરાજભાઈ ડાંગર, રાજકોટ યાર્ડના ચેરમેન શ્રીડી.કે.સખિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રીમતી નીલામ્બરીબેન દવે, બિલ્ડર શ્રીદીપકભાઈ પટેલ સહિતના મહાનુભાવો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 1 21આજે સવારે ૭:30 કલાકે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે સ્વામિનારાયણ નગરનું વિધિવત્ ઉદ્ઘાટન થયું. મહોત્સવના આકર્ષણસમા એવા અક્ષર-પુરુષોત્તમ મંદિરમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાના વડીલ સંતો આરતી-પૂજન કર્યા હતા.

Dsc 2536આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીને પરમ પૂજ્ય મહંતસ્વામી સાલ ઓઢાડીને બહુમાન કર્યું. સ્વામિનારાયણ નગર ઉદ્ઘાટન સમારોહમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આમંત્રણને સહર્ષ સ્વીકારીને પધારેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પોતાની ભાવોર્મિ વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે , “આ મહોત્સવથી ખાસ કરીને યુવાનો અને બાળકો સાચી દિશા મળશે. તેઓએ આ મહોત્સવના આયોજનને સફળ બનાવા માટે પરિશ્રમ કરી રહેલા સંતો અને સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. ”

Dsc 2600સમારોહના અંતિમચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આમંત્રિત સૌ કોઈને આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, “બીજાના ભલામાં આપણું જ ભલું છે… એ જીવનસૂત્રને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ખરા અર્થમાં જીવી બતાવ્યું છે. જીવનની ક્ષણેક્ષણ તેઓ લોકહિત માટે જીવ્યા છે. આ મહોત્સવમાં સહકાર આપવા બદલ આમંત્રિત સૌકોઈ ને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે અભિનંદન પાઠવ્યા હતા”.

Dsc 2595

સ્વામિનારાયણ નગર : પ્રથમદિન રૂપરેખા

– વહેલી સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે થશે વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન.

Dsc 2489– સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી રાજકોટ જિલ્લાની ૧૪૦૦ શાળાઓના વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ નગરની મુલાકાત, દર્શન અને ભોજનનો લાભ.

– આ સ્વામિનારાયણ નગરનો લાભ ભક્તો-ભાવિકો વિનામૂલ્યે બપોરે ૨ થી રાત્રે ૧૦ દરમ્યાન લઈ શકશે.

– સાયંકાળે ૭:30 થી ૧૦:30 દરમ્યાન લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ.

Untitled 1 22– બી.એ.પી.એસ સંસ્થાના વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શજીવન સ્વામીનું પ્રેરક વક્તવ્ય.

– પદ્મશ્રી અને સાહિત્ય જગતના પ્રખ્યાત શ્રીભીખુદાનભાઈ ગઢવી પ્રસ્તુત કરશે લોક સાહિત્યની રમઝટ.

– પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વચન.

4 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.