Abtak Media Google News

મંત્રી કુંવરજી બાવળીયા સહિતના મહાનુભાવા ઉપસ્થિત રહેશે : અંદાજે ૧૫૦૦૦થી વધુ સભ્યો અધિવેશનમાં ઉમટશે: સંગીત સંધ્યાનો વિશેષ કાર્યક્રમ યોજાશે: અધિવેશનની વિસ્તૃત વિગતો આપવા સંગઠનનાં હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગામી તા.૧૧ અને ૧૨ના રોજ અંબાજી ખાતે ભવ્યાતિભવ્ય અધિવેશન યોજાનાર છે. જેમાં અંદાજે ૧૫ હજારી વધુ સભ્યો હાજરી આપનાર છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા એજીવીકેએસનાં વિજયસિંહ રાણા, મહેશભાઈ દેસાણી, જીતેષ સંઘવી, મુકેશભાઈ કારેલીયા, જીજ્ઞેશ દવે અને શંભુભાઈ પોકર સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગુજરાતના ઉર્જા ખાતાની સાતેય કંપનીઓમાં માન્યતા ધરાવતું અને ૩૩૦૦૦થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું યુનિયન છે જે તમામ વીજ કર્મચારીઓના ર્આકિ હિતો અને નોકરીના હકોનું રક્ષણ અને સામુહિક હિતોને લગતા પ્રશ્ર્નોને વાચા આપવા સરકાર અને મેનેજમેન્ટ સો ખુબ સકારાત્મક અભિગમ દાખવી કામ કરે છે અને ગુજરાતની પ્રજાને ઉત્તમ વીજ સેવાઓ પુરી પાડવા અને વીજ કંપનીઓના વિકાસમાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહેલ છે.

Patto Ban Labs 1

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અધિવેશન આગામી તા.૧૧ અને ૧૨ દરમિયાન માં અંબાના ધામ અંબાજી ખાતે યોજાનાર છે જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ અધિવેશનમાં ગુજરાતના કેબીનેટ મંત્રીઓ ઉર્જા ખાતાના મંત્રી સૌરભભાઈ પટેલ, પાણી અને પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ  મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રમ અને રોજગાર અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને એજીવીકેએસના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યા, કાર્યકારી પ્રમુખ વાસણભાઈ આહિર, જીબિયાના પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ ગોરધનભાઈ ઝડફીયા અને પૂર્વમંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેનાર છે. સંઘના સિનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલની રાહબરી હેઠળ યુજીવીસીએલ કંપનીના પાલનપુર સર્કલના સંઘના હોદ્દેદારો જેન્તીભાઈ પટેલ કે જેઓ અધિવેશન અને ક્ધવીનર તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. જ્યારે આર.ડી.ચૌહાણ અને હરેશભાઈ પઢીયાર સહ ક્ધવીનરની જવાબદારી નિભાવી રહ્યાં છે.

સંઘના અત્યાર સુધી યોજાયેલ તમામ અધિવેશનોમાં વીજ કર્મચારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે અને તેમના રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. પરિણામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના તમામ સભ્યો ખુબ ઉત્સાહપૂર્વક અધિવેશનનો આનંદ લઈ શકે છે અને પોતાના અન્ય કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/પરિવારજનોને મળવાનો અવસર ચૂકવા માંગતા ની. આ અધિવેશનમાં સંઘના તમામ કંપનીઓના હોદ્દેદારો ઉપરાંત  રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો પણ ભાગ લઈ માર્ગદર્શન આપે છે. વીજ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેને બિરદાવી પ્રોત્સાહિત કરે છે અને અધિવેશનમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં પણ તમામ સભ્યો ખુબ આનંદ ઉઠાવી પોતાના ફરજમાંથી તણાવમુક્ત થઈ સૌ સો મળી આનંદની પળો માણે છે તેમજ તમામ વ્યવસ જમવાની અને રહેવાની ખુબ ઉમદા કરવામાં આવે છે. ગુજરાતના ખુણે ખુણેી આવતા સંઘના સભ્યો અધિવેશનના આનંદને પુરા જોશી માણે છે જે અત્યાર સુધીના અધિવેશનમાં જોવા મળેલ છે.

સંઘનું આગામી અધિવેશન પણ માં અંબાજીના ધામમાં જીએમડીસી મેદાનમાં ભવ્ય ડોમમાં સંપૂર્ણ સુવિધા સો આયોજન કરવામાં આવશે અને તમામ કંપનીઓના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડશે અને અંદાજે ૧૫૦૦૦થી વધુ સભ્યો આ અધિવેશનમાં હાજરી આપનાર છે. જેથી આયોજનમાં પણ કોઈ કચાસના રહે તે માટે અત્યારી સમગ્ર આયોજન કરવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.