Abtak Media Google News

પડતર પ્રશ્નોના નિવારણ માટે આયોજીત વિવિધ કાર્યક્રમોની તૈયારી સંદર્ભે બહુમાળી ભવન ખાતે સમિતિની બેઠક મળી, મોટી સંખ્યામાં હોદેદારો અને સભ્યોની ઉપસ્થિતિ

રાજકોટના બહુમાળી ભવન ખાતે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સાતમાં પગાર પંચના અમલીકરણ અને પડતર પ્રશ્નોના નિવારણ માટે આગામી તા. ૧૯ના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીની સફળતા માટે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના જુદાજુદા પદાધિકારીઓની મીટીંગ યોજાઈ હતી.Vlcsnap 2019 02 13 09H21M55S20

વડોદરા રેલીની સફળતા બાદ રાજકોટ ખાતે આ રેલીનું આયોજન તા.૧૯ મંગળવારના રોજ બપોરે ૧.૩૦ કલાકે કરવામાં આવશે. આ રેલીનો મુખ્ય હેતુ સાતમા પગાર પંચની રાજય સરકાર દ્વારા અમલ અને પેન્શન યોજનાની ફરી શરૂઆત વયનિવૃત્તિ જુદાજુદા ભથ્થાઓ અંગેના પ્રશ્નોનું નિરાકરણ રાજય સરકાર દ્વારા લાવવામાં આવે.Vlcsnap 2019 02 13 09H21M59S62

આ મીટીંગમાં ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈપટેલ, જિલ્લા મંડળના પ્રમુખ બાબુભાઈ ખાંડેખા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં રાજયનાં વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ તેમજ ગામોના કર્મચારીઓ જોડાશે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન ગુજરાત રાજય કર્મચારી મહામંડળ રાજકોટ જિલ્લા પ્રમુખ બાબુભાઈ ખાંડેખાએ જણાવ્યું હતુ કે આગામી તા.૧૯ના રોજ યોજાનારી રેલીની સફળતા માટે જુદા જુદા હોદેદારો અને ગાંધીનગરના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતુ કે આજે રાજકોટ ખાતે જુદા જુદા મહાનુભાવોની વડોદરા ખાતેની સફળ રેલી બાદ રાજકોટ મુકામે ૧૯ના રોજ રેલીનું આયોજન કરવામાં આવશે.

આ રેલીના સફળ આયોજન માટે આજે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીનો મુખ્ય ધ્યેય રાજય સરકારના કર્મચારીના પડતર પ્રશ્નો જે કેન્દ્રના ધોરણે આપવામાં આવ્યા છે. તે રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો રાજકોટ મતવિસ્તાર હોવાથી તેઓને આત્મવિશ્વાસ છે કે તેઓના આ પ્રશ્નોનું રેલી બાદ જ‚ર નિરાકરણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.