Abtak Media Google News

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો નવતર પ્રયાસ

અનેકવિધ એક્ઝિબીટરો દ્વારા લેવામાં આવ્યો ઉત્સાહભેર ભાગ

સુરત ખાતે સરસણા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફૂડ અને એગ્રીટેક એકસ્પોનું ખુબ વિશાળ સ્તર ઉપર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અનેકવિધ એક્ઝિબીટરોએ ભાગ લીધો છે અને ખાદ્ય અને ખેતીને ઉપયોગી અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓનું દ્રષ્યાન્વિત ચિત્ર ઉભુ કરવામાં આવ્યું છે.

આ ત્રણ દિવસના આયોજનમાં હજ્જારોની સંખ્યામાં સુરતના લોકો એક્ઝિબીશનમાં ભાગ લેશે તેવી આશા પણ સેવાઈ રહી છે. લોકોને ખાદ્ય ચીજવસ્તુઓને લઈ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ જે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં લોક ઉપયોગી નિવડશે અને ખાદ્ય ચીજવસ્તુઓ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગપતિઓને તેમના વ્યાપારમાં ખુબ સારો વેગ પણ મળશે.

બેકરી પ્રોડકટમાં ગુણવત્તા મહત્વની: ચંદ્રેશભાઈ કણસાગરા

Img 20190301 Wa0021

બ્રેડ લાઈનર કંપનીના ડાયરેકટર ચંદ્રેશભાઈ કણસાગરાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બ્રેડ લાઈનર કંપની તે બેકરી પ્રોડકટ સાથે છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે. ત્યારે લોકોને બેકરી પ્રોડકટમાં કેક, કુકીઝ, પેસ્ટ્રી સહિત અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે.Img 20190301 Wa0020 1

પરંતુ તે કેટલા અંશે સ્વાસ્થ્યવર્ધક છે તેની માહિતી તેમની પાસે હોતી નથી. જેના કારણે બ્રેડ લાઈનર કંપની આગામી દિવસોમાં અનેકવિધ નવા રીટેલ આઉટલેટ ખોલવાનો પણ વિચાર કરી રહી છે. કારણ કે લોકોના સ્વાદને પારખવામાં બ્રેડ લાઈનર કંપનીનો ખુબજ અહમ ફાળો રહ્યો છે.2X10 Imperial 1

હાલ બ્રેડ લાઈનર કંપની ભરૂચ, વલસાડ, વાપીમાં કાર્ય કરી રહ્યું છે જે હવે સૌરાષ્ટ્ર સાઈડ પણ આવવા માટે વિચારી રહ્યું છે અને આ એકસ્પો કંપની માટે ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થશે તેવું પણ જણાવ્યું હતું.

ઈમ્પિરીયલ ફુડને રાષ્ટ્રીય સ્તર પર વિકસાવવા માટે કંપની કટીબદ્ધ: અંકુરભાઈ દોંગા

2X10 Imperial 1 1

ઈમ્પીરીયલ ફૂડના એમ.ડી. અંકુરભાઈ દોંગાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઈમ્પીરીયલ ફૂડ હરહંમેશ લોકોને કંઈક વિશેષ આપવા જ કટીબદ્ધ રહ્યું છે. અને કંપની વિશે વાત કરવામાં આવે તો ઈમ્પીરીયલ ફૂડ તે પોતાનામાં જ એક આગવું સ્થાન ધરાવે છે.Img 20190301 Wa0019

તેમાં કંપની કાજુમાં વિવિધ વેરાયટી આપી કાજુનો એક નવો જ ટેસ્ટ ઉદ્ભવીત કરી રહ્યું છે. જેમાં કંપનીને લોકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. વધુમાં કંપની માત્ર ગુજરાત પુરતી સીમીત નહીં પરંતુ ભારતભરમાં પોતાનો વ્યાપાર વિકસાવવા કટીબદ્ધ છે.2X10 Colour Imperial

લોકો કવોલીટી સૌથી વધુ ઈચ્છતા હોય છે અને જો લોકોને સારી ગુણવતા આપવામાં આવશે તો લોકો બેઝીઝક કોઈપણ પ્રોડકટ ખરીદતા અચકાશે નહીં. અંતમાં કંપનીના માલીકે જણાવ્યું હતું કે, આ વખતે ઈમ્પીરીયલ ફૂડ ડ્રાયફૂટનો સુકો ચેવડો અને આવતા દિવસોમાં ડ્રાયફૂટના સરબત લાવશે જે લોકોનું મન મોહી લેશે.

લોકોના સ્વાદનું ધ્યાન રાખવું ખુબ જરૂરી: જનકભાઈ સાવલીયા

Img 20190301 Wa0023

ગોંડલ મસાલા કંપનીના જનકભાઈ સાવલીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકો સ્વાદપ્રેમી હોય છે અને જો લોકોના સ્વાદને ધ્યાને લેવાય તો લોકોમાં પોતાની રીતે જ જાગૃતતા કેળવાઈ જતી હોય છે. ત્યારે ગોંડલ મસાલા પ્રજાને ઉચ્ચ ગુણવતાવાળુ મરચુ, ધાણાજીરૂ અને ચાટ મસાલા સહિત અનેક ચીજવસ્તુઓ લોકો વચ્ચે મુકવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોંડલ મસાલા લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ ખુબ સારૂ ઉચ્ચ ગુણવત્તાયુકત સિંગતેલ પણ બનાવે છે.Img 20190301 Wa0022

જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની તકલીફ અને સમસ્યા લોકોને ન થાય. અંતમાં જનકભાઈ સાવલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે એક્ષપો સુરતના આંગણે થઈ રહ્યો છે તેનાથી ગોંડલ મસાલાને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી દર વખતની જેમ ફૂડ એકસ્પોનું આયોજન કરવામાં આવતું હોય તે દરમિયાન તેમની કંપનીનો સ્ટોલ રાખવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.