Abtak Media Google News

રેલવેની લોકો પાયલોટ ભરતીમાં ઉમેદવારી નોંધાવનારી લક્ષ્મીનગરની યુવતીનું આત્યંતિક પગલું : મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડ ધંધે લાગ્યું

મેં જે ઇચ્છયું તે મને નથી મળ્યું… હોવી હું થાકી ગઈ છું… કહી…આજે મોરબીના મયુરપુલ ઉપરથી લક્ષ્મીનગર ગામની આશાસ્પદ યુવતીએ ઝંપલાવી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે, ભરબપોરે પુલ પરથી નદીમાં ઝંપલાવતા યુવતીના મૃતદેહને શોધવા ફાયરબ્રિગેડ અને પોલીસે કવાયત હાથ ધરી છે.

Whatsapp Image 2018 03 30 At 2.07.48 Pmજાણવા મળતી વિગતો મુજબ આજે ભરબપોરે મોરબીના મયુરપુલ ઉપરથી નિતુબેન કિશોરભાઈ ભંખોડીયા ઉ. ૧૯ રે.લક્ષ્મીનગર, તાલુકો – જિલ્લો મોરબી નામની યુવતીએ મોતની છલાંગ લગાવતા ટ્રાફિકથી ધમધમતા પુલ પર લોકોના ટોળે – ટોળા એકત્રિત થઈ ગયા હતા.

Whatsapp Image 2018 03 30 At 2.07.50 Pmવધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મયૂરપુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવતીએ આપઘાત પૂર્વે મોબાઈલ ફોન અને પર્સ છોડી દીધા હોય પર્સમાંથી આ યુવતીએ રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજનાર ભરતીમાં લોકો પાયલોટ ટેક્નિકલ પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી હોવાનું બહાર આવ્યું છે.

જો કે ઉંચાઈ પરથી પડતું મુક્તા મચ્છુ નદીમાં રહેલ પાણીમાં યુવતીનો મૃતદેહ ગરક થઈ ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી પોલીસે યુવતીનો મૃતદેહ શોધી તેના પરિવારજનોની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધાર્યા હતા.

મેં જે ઇચ્છયું એ મને નથી મળ્યું ! હું થાકી ગઈ છું…

Whatsapp Image 2018 03 30 At 2.07.43 Pmમોરબીના મયૂરપુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર આશાસ્પદ યુવતી નિતુબેન ભંખોડીયાએ આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું છે કે પપ્પા મમ્મી મને માફ કરજો …. મેં જે ઇચ્છુંયું તે મને નથી મળ્યું.. હવે હું થાકી ગઈ છું…sorry… ભાઈને ભણાવજો… બહેનને ઈચ્છે ત્યાં જોબ કરવા દેજો…અને મારા આ અંતિમ પગલાં બદલ કોઈના પર કેસ ન કરતા તેવું લખી અંતિમ પગલું ભર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.