Abtak Media Google News

બ્રિજના નિર્માણ કામનું ખાતમુહૂર્ત કરતા મેયર બિનાબેન આચાર્ય,ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા

મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮ ખોખડદળ નદી પર આવેલ બેઠા પુલની જગ્યાએ રૂ.૭૫ લાખના ખર્ચે હાઈ-લેવલ બ્રીજ બનાવવામાં આવનાર છે.જેનું ખાતમુહૂર્ત આજે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજ બનતા વોર્ડ નં.૧૮ના જળેશ્વર, વેલનાથ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને ચોમાસાની ઋતુ દરમ્યાન આવન-જાવન માટે ખુબ જ સરળતા રહેશે.
આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોબરીયા, રબીભાઈ ઠાકોર, ભાજપ અગ્રણી શૈલેષભાઈ પરસાણા, રાજુભાઈ માલધારી, જયેશભાઈ પટેલ, રાકેશભાઈ રાદડિયા, જયભાઈ વડગામ, મનસુખભાઈ ઠુંમર, પંકજભાઈ દોંગા, મીતેશભાઇ બોરીચા, શંકરભાઈ પટેલ, રાજુભાઈ અમીપરા, પિયુષ જોશી, શાંતિલાલ ધાનાણી, બાબુભાઈ મકવાણા, શિવગીરી ગૌસ્વામી, રમેશભાઈ ગોરસીયા, રાજુભાઈ ડાંગર, દેવાયતભાઈ ડાંગર, દિનેશભાઈ કીડીયા, અજયભાઈ સુરેલા, ભારતીબેન પરસાણા, પ્રકાશબા ગોહિલ, લતાબેન ગોરસીયા, માલતીબેન ચાવડા તેમજ સ્થાનિક આગેવાન રાયધાનભાઈ ધાંગ્રા, રવુભાઇ તરજીયા, પ્રતાપભાઈ બારૈયા, રમેશભાઈ હોકાસરા, સુભાષભાઈ વાઘેલા, રાજુભાઈ વાઘરોડીયા, દીપકભાઈ ગુજરીયા, ગીતાબેન ચારોલા, ગૌરીબેન સરવૈયા, ગૌરીબેન પાટડિયા, પૂનમબેન સરવૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.