Abtak Media Google News

૨૧મી સદીમાં ભાગદોડવાળી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય બાબતે સજાગ રહે તે માટે ઋષિમૂનીઓનાં ગૂઢ રહસ્ય સ્વાસ્થ્ય સંતુલન ક્રિયાનું માર્ગદર્શન અપાયું: હેલ્થ કોચ અશોક પટેલ

રાજકોટ ખાતે આવેલી અર્પિત ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા ઋષિમૂનીઓનું ગૂઢરહસ્ય ‘સ્વાસ્થ્ય સંતુલનક્રિયા’ સેમીનારનું આયોજન રાજકોટ આવેલા પ્રમુખ સ્વામી એડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બીમારીઓથી મૂકિત મેળવી સંપૂર્ણ સ્વાસ્થ્ય, સફળતા, શાંતી, પ્રેમ, આનંદ, ખુશીનો અનુભવ થાય તે માટે કરવામાં આવ્યો હતો. આજના દાયકામાં જયારે લોકો ભાગદોડ વાળી જીંદગી જીવી રહ્યા છે. ત્યારે તેઓ પોતાના જીવનમાં સ્વાસ્થ્યને મહત્વ નથી આપતા અને વારંવાર બીમાર પડતા હોય છે કા તો પછી માનસીક રીતે પીડાતા હોય છે. ત્યારે આ સેમીનારનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં હેલ્થકોચ અશોકભાઈ પટેલએ સ્વાસ્થ્ય સંબંધી વાતો કરી હતી અને લોકો પોતાનું સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપે તેમ પણ જણાવ્યું અને માત્ર પૈસા પાછળ જ દોડવું એ યોગ્ય નથી. પરંતુ પોતાના જીવનમાં સ્વાસ્થ્ય કઈ તે જાળવવું, આનંદ, લાગણી, પ્રેમ ખુશી કઈ રીતે લાવવી તેના વિશે પણ માર્ગદર્શન આપ્યું આ સેમીનારનો રાજકોટની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો. સાથોસાથ મુખ્ય અતિથિ વિશેષ તરીકે, જયેશભાઈ પટેલ-એડીશ્નલ કલેકયર ગ્રામ વિકાસ રાજકોટ, કોર્પોરેટર રૂપાબેનશીલુ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સેમીનારનો લાભ લીધો હતો.

Vlcsnap 2019 05 23 11H19M33S238 Copy

અર્પિત ઈન્ટરનેશનલ સ્કુલના નરેન્દ્રભાઈ સીણોજીયાએ જણાવ્યું હતુ કે અર્પિત ઈન્ટર નેશનલ સ્કુલ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને લોકો માનસીક રીતે સ્વાસ્થ રહે તે હેતુથી ઋષીમૂકીઓનું ગૂઢ રહસ્ય ‘સ્વાસ્થ્ય સંતુલન ક્રિયા’ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને અર્પીત ઈન્ટર નેશનલ સ્કુલ વિશે વધુ વાત કરતા જણાવ્યું હતુ કે અર્પીત ઈન્સ્ટીટયુટ બાળકોનાં વિકાસ માટે ખૂબજ કાળજી રાખે છે. અને ઈન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ આપે છે. અને આ બધાની સાથે બાળકોનાં સ્વાસ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ ત્યારે અર્પીત ઈન્સ્ટીટયુટ તેની પણ ખૂબજ કાળજી રાખે છે. અને માતા પિતા અને સમાજ લક્ષી પણ કાર્યક્રમો કરવામાં આવે છે. અને હેલ્થકોચ અશોકભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

હેલ્થ કોચ અશોકભાઈ પટેલએ જણાવ્યું હતુ કે, Vlcsnap 2019 05 23 11H19M40S812 Copyઆજના ઝડપી યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા ત્યારે આજે લોકોને ‘સ્વાસ્થ્ય સંતુલન ક્રિયા’ ઉપર લોકોને સમજાવ્યું હતુ જયારે પહેલાના જમાનામાં ઋષીમૂનીઓ દિક્ષાના રૂપમાં તેના શીષ્યોને અમુક યોગીક પ્રક્રિયા શીખવાડતા આ યોગીક પ્રક્રિયા કઈ રીતે આપણા શરીરમાં કામ કરે છે. એ વિષય ઉપર આજે અર્પીત ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા આટલા સરસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અનેક લોકોએ આ સેમીનારનો આનંદ માણ્યો હતો. અને હું (અશોકભાઈ પટેલ) છેલ્લા ૧૦ વર્ષથી એક હેલ્થ કોચ તરીકે કાર્ય કરી રહ્યો છું.

જયેશભાઈ પટેલ એડીશ્નલ કલેકટર ગ્રામ વિકાસ રાજકોટે જણાવ્યું હતુ કે ૨૧મી સદીની ભાગદોડ વાળી જીંદગીમાં પોતાના સ્વાસ્થ્ય બાબતની કોઈપણ કાળજી લેતા નથી ત્યારે અર્પીત ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સ્વાસ્થ્યને લઈને ખૂબજ સારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હેલ્થકોચ અશોકભાઈ પટેલએ પણ ખૂબજ સારૂ લોકોને માર્ગદર્શન આપ્યું જે આજની જીંદગીમાં ખૂબજ જરૂરી છે. જયારે ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ ખૂબજ તણાવ નુભવતા હોય છે.ત્યારે શારીરીક સ્વાસ્થ્યની સાથેસાથે માનસીક સંકલન અને માનસીક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. ત્યારે આ સેમીનાર ખૂબજ ઉપયોગી નીવડયો છે. તેવું મારૂ માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.