Abtak Media Google News

સૌરાષ્ટ્રના મોટાભાગના ફકીર સમાજના અગ્રણીઓઆગેવાનોએ સમુહલગન્માં હાજરી આપી

વાંકાનેર ખાતે અહી આવેલ હજરત અબ્દુલ્લાશા પીર દરગાહ શરીફ ના ગ્રાઉન્ડમાં ગત તારીખ ૩/૨/ ૨૦૧૯ ના રોજ સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું જેમાં દરગાહ શરીફ ના ખાદીમ મુસ્તુફા બાપુ તેમજ

સુરેન્દ્રનગર માં રહેતા ફકીર સમાજના ચિંતક યુવા કાર્યકર અને અગ્રણી આગેવાન એવા ઈમ્તિયાઝ દિવાન તેમજ હુસેન ભાઈ દિવાન અને જેઓએ આ સાલ બીજા સમૂહ લગ્ન કરાવી સમાજમાં સારી એવી ઓળખ પૂરી પાડી છે જે ખરેખર ફકીર સમાજ ના ખરા ચિંતક  ની ઓળખ પૂરી પાડી છે ત્યારે વાંકાનેરના ગારીડા ખાતે સમૂહ લગ્ન ના આયોજનમાં સહભાગી બનેલા સિક્કા ફકીર સમાજના પ્રમુખ અને ફકીર સમાજના ચિંતક સલીમભાઈ મુલ્લા સારી એવી જહેમત ઉઠાવી ૯ ફકીર સમાજની દિકરી ઓને સંપૂર્ણ ઘર નું ક્રર્યાવરણ આપી દુઆ ને આશિષ મેળવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આણંદ ના ફકીર સમાજના અગ્રણી અયુબભાઇદિવાન તેમજ તારાપુર થી રફિકભાઈ દિવાન ગોંડલ થી બફાતિશા બાપુ રાજકોટ થી યાસીન બાપુ.

હાશમભાઈ સહોરવદીતેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના ફકીર સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત ના આ સમૂહ લગ્નમાં હાજરી આપી કામને સફળ બનાવેલ જેમા હાજી રઝબશાબાપુ (બાપજી સરકાર)હાજર રહ્યા હતા  આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૧ દીકરીઓનું સમૂહ લગ્ન માં સમાવેશ કરવામાં આવ્યો હતો ગત વર્ષે પણ ઈમ્તિયાઝ ભાઈ દ્વારા સુરેન્દ્રનગર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા વર્ષે વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે સમૂહ લગ્ન યોજી ફકીર સમાજમાં સારી એવી લોકચાહનાને પ્રાપ્ત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હજરત અબ્દુલ્લાશા પીર કમિટી દ્વારા લગ્નનું આયોજન સફળતાપૂર્વક યોજાયું હતું.

જેમાં દરગાહ શરીફના ખાદીમ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ફકીર  સમાજના આગેવાનો હાજરી આપી હતી  અબ્દુલ્લાશા પીર યંગ કમિટી દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન બાપજી સરકાર તેમજ રાજકોટ થી  યાસીન બાપુ હાસમભાઇ  ટંકારા થી  અને કાળુંશા દિવાન રાણપુર  બશીર બાપુ બોટાદ  હક્કાશા બાપુ લીમડી રહીમભાઈ  ઉપલેટા  સુલતાન  રોજા-રોજી  તેમજ હનીફ ભાઈ બાધડા સહિત તમામ હાજરી આપનાર મહેમાનોનું સ્વાગત અને સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર વાળા ઈમ્તિયાઝ ભાઈ દીવાને સારી એવી જહેમત ઉઠાવી હતી જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.