Abtak Media Google News

ધ્રાગધ્રા શહેરમા ચાલતા જુગાર અને દારુના અડ્ડાઓને સ્થાનિક પોલીસ ક્યારેય બંધ નહિ કરાવી શકે તેવુ લાગી રહ્યુ છે. કારણ કે એક બાજુ પોલીસ અધિકારી આ તમામ ધંધાઓને બંધ કરવા આદેશ આપે છે ત્યારે તેઓના જ કેટલાક પોલીસ કર્મીઓ આવી અસામાજીક પ્રવૃતિઓને લીલીઝંડી દેખાડી શરુ કરાવે છે. તેવામા શહેરની ભર બજારે જાહેરમા ચાલતા વરલીમટકાનો જુગાર રમાડતા શખ્સને આજે સીટી પોલીસે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાગધ્રા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ, યુવરાજસિંહ, મુળુભા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન શહેરની બજારમા આવેલા કારદારની શેરીમા વરલી મટકાના આંકડાનો જુગાર ચાલુ હોવાની બાતમી મળતા તુરંત સીટીના પોલીસ સ્ટાફ દ્વારા દરોડો કરતા જાહેરમા વરલી મટકાના આંકડા લેતો રમેશ પ્રેમજીભાઇ દલવાડીને ઝડપી લેવાયો હતો જેના પાસેથી પોલીસે વરલી મટકાના સાહિત્ય સાથે ૧૭૫૦ રોકડ તથા ૩૦૦૦ની કિમતનો મોબાઇલ પણ કબ્જે લીધો હતો કુલ ૪૭૫૦ના મુદ્દામાલ સાથે આ શખ્સને ઝડપી પાડી સીટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.