Abtak Media Google News

આગામી ૨૮મી સુધી ચાલનારી રામ કથાના શ્રવણ અર્થે પધારવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ

મોરબીના લીલાપર ગામે રવિવારથી રામચરિત માનસ જ્ઞાનગંગાનો પ્રારંભ થયો છે. સમસ્ત લીલાપર ગામ અને દેત્રોજા પરિવાર આયોજિત કથાના પ્રથમ દિવસે ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો.

મોરબીના લીલાપર ગામે રામજી મંદિર ખાતે રવિવારથી રામચરિત માનસ જ્ઞાનગંગાનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે કથા શ્રવણ અર્થે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય હતા. આ કથા આગામી તા. ૨૮ને સોમવાર સુધી ચાલવાની છે. કથાનો સમય સવારે ૮થી ૧૧ તેમજ બપોરે ૩ થી ૬ રાખવામાં આવ્યો છે.

જોડિયાવાળા હિતેશ મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથામાં પધારવા સમસ્ત લીલાપર ગામ અને દેત્રોજા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.