Abtak Media Google News

રાજયભરમાંથી ૩૧ સંસ્કૃત કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: ૪૪ જેટલી સ્પર્ધા યોજાઇ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના બારમા યુવક મહોત્સવનો સમાપન સમારોહ તા.૦૮/૧૦/૨૦૧૮નાં સોમવારે બપોરે ૩:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો. સમાપન કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી અધ્યાપક અને ત્રિદિવસીય બારમા યુવક મહોત્સવનાં સંયોજક ડો. જાનકીશરણ આચાર્યએ સૌનાં શાબ્દિક સ્વાગત અને મંચસ્ મહાનુભાવોનાં પરિચય દ્વારા કરી.

આ સમારોહમાં વિશિષ્ટ અતિરિૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણનાં ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી ઉપસ્થિત રહ્યાં. પ્રથમ જયોતિર્લિંગ સોમના મહાદેવના સાનિધ્યમાં આવા કાર્યક્રમો યોજવા બદલ યુનિવર્સિટી પરિવાર અને ઉપસ્થિત સૌને તેમણે અભિનંદન પાઠવ્યાં. આઝાદ થયા પછી ભારત દેશે કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન જેવા દરેક ક્ષેત્રમાં ઝળહળતી સફ઼ળતા મેળવી એમ જણાવ્યું. હાલમાં દેશની ૬૦ ટકા જેટલી વસ્તી ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદામાં છે, જે આપણાં માટે ગૌરવની બાબત છે.Dsc 4318 ઉત્સાહભેર ભાગ ગ્રહણ કરવા બદલ સૌને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં અને કાબીલ-એ-તારીફ઼નું બિરૂદ આપ્યું. વિજેતાઓને બિરદાવ્યાં. કિશોરાવસમાં હોવા છતાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળે ટૂંક સમયમાં સમાજને ખૂબ જ ઘણું બલીદાન આપ્યું, જે ગૌરવની બાબત છે એમ તેમણે નોંધ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી ખાતરી આપતાં કહ્યું કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળને સહાય કરવા તેઓ હરહંમેશ તત્પર છે.

સમારોહના અધ્યક્ષ એવાં યુનિવર્સિટી કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ કહ્યું કે વિવિધ સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહી દરેક સ્પર્ઘકોમાં ઉત્સાહ, ખંત, ક્ષમતા અને વિવેક જેવા વિશિષ્ટ ગુણો જોઇને હું એક અપૂર્વ આનંદની લાગણી અનુભવું છુ. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પ્રતિસ્પર્ધીઓ વચ્ચેનો પરસ્પર ભાવ જોઇને હું સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગર્વની લાગણી અનુભવું છું. અંતે ગુજરાતીમાં સૌને અભિનંદન પાઠવ્યાં. ૧૨મા યુવક મહોત્સવમાં વિજેતા થયેલ તમામ સ્પર્ધાના ખેલાડીઓ રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એવી અર્ભ્યના વ્યકત કરી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.