Abtak Media Google News

ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે સંસ્થાના ઝોન સેક્રેટરી જેસી હિરેન મહેતા દ્વારા નવા વર્ષે નવી ટીમને શપથ લેવડાવાયા

જેસીઆઈ રાજકોટ સિલ્વરએ નસ્ત્રજુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ-ઈન્ડિયાથથના સ્થાનિક એકમ તરીકે ૧૯૮૪થી કાર્યરત વ્યક્તિત્વ વિકાસ અને ઉદ્યોગ સાહસીકતાના ગુણ કેળવવાની તક પ્રદાન કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા સભ્યો માટે તેમજ અન્ય યુવાન-યુવતીઓ માટે પ્રતિવર્ષ કલાસરૂમ અને પ્રોજેકટસના માધ્યમથી સોફટ સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમો આયોજીત થાય છે. જેનો બહોળી સંખ્યાના લોકોને લાભ મળે છે. ઉપરાંત સંસ્થા દ્વારા જવાબદારી સોપી તેમના નેતૃત્વ-કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેવો પ્રયાસ પણ હરહંમેશ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯ માટે નવી ટીમનું ચયન થતા જેસી નુરદીન સાદીકોટ (હકીમી સોલ્યુશન)ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. તેમનો તથા તેમની કારોબારીનો શપથ ગ્રહણ સમારંભ તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ કરવામાં આવેલ હતો.

આ સમારંભમાં પ્રિતી દુદકીયા અને અન્ય કારોબારીમાં ઉપપ્રમુખ જેસી હીના નરસીયન જે સીપ્રશાંત સોલંકી, જેસી યુસુફ શામ, જેસી મેઘા ચાવડા, જેસી જીગ્નેશ ગોવાણી, ખજાનચી જેસી ધવલ મહેતા, પીઆરઓ-જેસી ડિમ્પુલ દુદકીયા, એડીટર-જેસી હરીકૃષ્ણ ચાવડા, સબ એડીટર-જેસી યોગેશ સુચક, મહીલા પાંખના વડા-જેસીરેટ મરીયમ સાદીકોટ, જોઈન્ટ પ્રતિક દુદકિયા, ડાયરેકટર-જેસી રવિ પોપટ, જેસી દીપેન કોટેચા, જેસી કમલ દક્ષીણી, જેસી રાજકુમાર પાટડીયા તેમજ જેસી વિરલ ઝાટકીયાની શપથ ગ્રહણ વિધિ કરવામાં આવી હતી. આ તબ્બકે ઈન્સ્ટોલેશન ઓફીસર તરીકે સંસ્થાના ઝોન સેક્રેટરી જેસી હિરેન મહેતા દ્વારા શપથ લેવડાવવામાં આવેલ હતી.

સંસ્થાના ઝોન પ્રેસિડેન્ટ જેએફપી સતીષ કોયાનીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં નવા વર્ષની નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સંસ્થાના પાસ્ટ ઝોન પ્રેસિડેન્ટ જેસીઆઈ સેનેટર હિતુલ કોરીયાએ નવા વર્ષની નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી, તેમજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

વર્ષ ૨૦૧૯ માટે સંસ્થામાં મર્યાદિત સંખ્યામાં સભ્યો બનાવવાનું ચાલુ હોય સભ્ય થવા ઈચ્છુક ૨૫ થી ૪૦ વર્ષના યુવક-યુવતીઓએ જેસી નુરદ્દીન સાદીકોટ (૯૫૫૮૦ ૯૧૦૫૨) જેસી પ્રિતી દુદકિયા (૮૯૮૦૮ ૬૭૪૬૭) અથવા જેસી જુગ્નેશ ગોવાણી (૯૮૯૮૧ ૦૪૩૯૫)નો સંપર્ક કરવા પીઆરઓ જેસી ડિમ્પુલ દુદકિયાએ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.