Abtak Media Google News

મીઠાપુરની તાતા કેમ ડીએવી પબ્લીક સ્કુલમાં ગઇકાલે તૃતીય વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરુઆતમાં મુખ્ય અતિથિ ટાટા કેમીકલ્સ લી. મીઠાપુરના મેન્યુફેકચરીંગ યુનિટના વાઇસ પ્રેસીડેન્ટ એન. કામથ તેમજ અતિથિગણ ચંચલ સિન્હા, બી.ડી. શુકલા, શાળાના પ્રિન્સીપાલ નીરવ જોશી વિગેરેના કરકમલો દ્વારા દિપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ વાર્ષિકોત્સવ નિમીતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શાળાના નાનાથી લઇને મોટા બાળકો દ્વારા નૃત્ય તથા ડાન્સના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપલબ્ધ વાલીગણે બાળકોની અવનવી નૃત્ય કલાકૃતિઓને તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી. આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃતિઓમાં શાળાના વિઘાથીઓમાંથી ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિઘાર્થીઓનું અતિથિઓ દ્વારા ઇનામો આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.