Abtak Media Google News

૨૦ વર્ષની સેવાકીય પ્રવૃત્તિનો સ્મૃતિગ્રંથ સંવેદનાનું કરાયું વિમોચન

ફિડમ યુવા ગ્રુપ દ્વારા ગૌરવ પૂર્ણ બે દાયકાની મજલ પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સેવાના બે દશકાની યાત્રાનો સ્મૃતિગ્રંથ ગાગરમા સાગર સમો સંવેદનાનોવિમોચન સમારોહ યોજવામાં આવેલ હતો. સાથોસાથ સંસ્થા દ્વારા રાજકોટમાં પાયાનું અને અનોખી સેવા કરતી વિવિધ ક્ષેત્રની ૧૦ સામાજીક સંસ્થાઓનુંપ.પૂ. અપૂર્વમૂની સ્વામી દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ

જેમાં વ્રજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અ‚ણભાઈ નિર્મળ તથા ટીમ, સર્જન ફાઉન્ડેશનના સુરેશભાઈ પરમાર તથા ટીમ, નારી વિકાસ ટ્રસ્ટના ડો.ઉન્તીબેન ચાવડા તથા ટીમ, હેવ વીથ હેપીનેસનાં દીપાબેન મલકાન તથા ટીમ, સૂર્યમુખી મીત્ર મંડળના હરભજનદાસ બાપુ તથા ટીમ, ટ્રાફીક સોલ્યુન ટીમના રાજુભાઈ જુંજા, વિક્રમસિંહ પરમાર, જીતુભાઈ ચૌહાણ તથા અમૃતગીરી ગોસાઈ તથા સભ્યોનું સ્મૃતિ ચિન્હ અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતુ ત્યારબાદ ૧૫૦ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ સ્વ. જગદીશભાઈ ઘોડાદરા તબીબી અને શૈક્ષણીક સહાય પ્રકલ્પનું ઉદઘાટન કરવામાં આવેલ હતુ.

આ સમગ્ર આયોજન માટે સંસ્થાના સ્થાપક અને માર્ગદર્શન ભાગ્યેશ વોરા, ચેરમેન મનોજ ડોડીયા, પ્રવીણભાઈ ચાવડા, સંજય પારેખ, ચંદ્રેશ પરમાર સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.