Abtak Media Google News

મ્યુઝિક ડાયરેકટર નિખીલ કામથની હાજરીમાં બોલીવુડ પ્લેબેક સિંગરો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે

મુંબઈ સ્થિત વી.આર.કે.પ્રોડકશન અને સરગમ કલબ દ્વારા આગામી ૧૭મી ફેબ્રુઆરીએ રાત્રે હેમુગઢવી હોલમાં બોલીવુડ મ્યુઝિકલ કારવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિકલ ઈવેન્ટમાં બોલીવુડ અને ટેલીવુડના ઉભરતા સિંગરો જુના-નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમ ફકત આમંત્રિતો માટે જ છે અને તમામ આમંત્રિતોને કાર્ડ મોકલાવાઈ ગયા હોવાનું સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે.

આ મ્યુઝિકલ કારવામાં ઓસ્ટ્રેલિયામાં રહેતી પ્લેબેક સિંગર રેશમી કુમાર પોતાના ગળાનો પરિચય આપશે. આ ઉપરાંત પુરણ શિવા (તારક મહેતા કે ઉલ્ટા ચશ્માનાં ટાઈટલ સોન્ગ સિંગર એની ચેટર્જી (કુમાર સાનુના સ્ટેજ કલીંગ, જયકુમાર પટેલ અને રાજેશ ઐયર (કલ્યાણજી આણંદજી ગ્રુપ) વગેરે પણ ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં એન્કર તરીકે અનુપમાસિંગ સેવા આપશે. બોલીવુડના મ્યુઝિક ડાયરેકટર નિખીલ કામથના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. બોલીવુડમાં નિખિલ-વિનયની જોડી મ્યુઝિક ડાયરેકટર તરીકે પ્રખ્યાત છે અને તેઓએ તુમ બિન, હમ તુમ્હારે સનમ, બેવફા સનમ જેવી ફિલ્મો ઉપરાંત જાણ નામના સોનુ નિગમના નજાનપ આલ્બમમાં મ્યુઝિક આપ્યું છે.

આ કાર્યક્રમનાં નિર્માતા હરિ એન્ટરપ્રાઈઝના મુકેશ પટેલ છે. તેઓ કાસ્ટિંગ ડાયરેકટર પણ છે અને આ કાર્યક્રમના એકઝીકયુટીવ ઈન્ચાર્જ તરીકે ક્રિપા શર્મા કાર્યરત છે. દરમિયાન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં સરગમ કલબના દાતાઓ, અધિકારીઓ અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.