Abtak Media Google News

ઉના તાલુકાના વાવરડા ગામે બંધારણ દિનની ઉજવણી કેમ્પેઈનની ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.બાબા સાહેબના ફોટાને ફુલહાર કરી દિપ પ્રાગટય કરી સભાની શરૂઆત કરેલ. આ તકે ગામના તલાટી કમ મંત્રી જે.બી.ગોહિલએ જણાવેલ કે બંધારણ દિનની ઉજવણીના ભાગરૂપે આજે ગ્રામસભાનું ખાસ આયોજન કરેલ છે.

7537D2F3

ડો.બાબા સાહેબના બંધારણની વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ દલિત આગેવાન માધુભાઈ જાદવ, યુવા પત્રકાર જેન્તીલાલએ બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબના વિચારો વકત કરી વિગતવાર સમજણ આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન કિરણબેન સોસાએ બંધારણ દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રામસભાનું આયોજન કરેલ. તેમને ટેલીફોનિક દ્વારા અભિનંદન આપી ડો.બાબા સાહેબના વિચારો વકત કરી ગામમાં આંબેડકર ભવન બનાવવા માટે ખાતરી આપી હતી. આ પ્રસંગે માજી ચેરમેન જશાભાઈ ગોહિલ, સરપંચનાં પ્રતિનિધિ તરીકે યુવા કાર્યકર શૈલેષભાઈ ડાંગોદરા, ઉપસરપંચ ગોબરભાઈ કળોતરા, માજી સરપંચ ગોવિંદભાઈ ગોહિલ, જી.આર.એસ. દિપકભાઈ ખુમાણ, ભાણાભાઈ ગોહિલ, જીણભાઈ ગોહિલ, ભીખાભાઈ પુરાણીક, વલકુભાઈ ગોહિલ, રામભાઈ ગોહિલ, મનુભાઈ ગોહિલ, જગદિશભાઈ પુરાણીક, ત્રિકમભાઈ ગોઠાણીયા, નિવૃત શિક્ષક અરજણભાઈ ડાંગોદરા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.