Abtak Media Google News

પરંતુ હવે દોરડા કૂદશો તો થશે આટલાં ફાયદા….

દરરોજ દોરડાં કૂદો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી છૂટકારો મેળવો…!

શું તમને દોરડાં કૂદતા આવડે છે…? તો રાહ શેની જુઓ છો…જલ્દી કૂદવાનું શરુ કરો અને સ્વસ્થ રહો…

 બાળપણની એવી કેટલીય રમતો હોય છે જે આપણે મનભરીને રમ્યા હોય અને અત્યાર સુધી યાદ પણ હોય, તેવી રમતોમાંની એક એટલે દોરડા કૂદવાની રમત. નાના હતા ત્યારે મજા માટે દોરડા કૂદતા હતા. પરંતુ હવે દોરડા કૂદવા એ એક કસરત છે જેનો સીધો લાભ સ્વાસ્થ્યને થાય છે. તો આવો જોઇએ કે દરરોજ દોરડા કૂદવાથી સ્વાસ્થ્યને લગતી કેવી કેવી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે….

Roping Jump
Roping jump

 – અત્યારના સમયમાં મોટાભાગનાં લોકો મેદસ્વિતાથી પરેશાન હોય છે. ત્યારે વજન ઘટાડવા જીમનો સહારો લ્યે છે. ડાયટીંગ કરે છે. પરંતુ કંઇ ખાસ ફાયદો નથી થાતો. એટલે જ જો નિયમિત રીતે રોજ ૧૫ મિનિટ દોરડા કૂદવાનું રાખશો તો જરુરથી વજન ઓછો થશે. ખાસ ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી સવારનાં સમયે દોરડાં કૂદવા અસરકારક સાબિત થાય છે.

 – દોરડા કૂદરવાથી પેની અને ગોઠણનાં દુ:ખાવામાં રાહત મળે છે. રોજ દરોડા કૂદવાથી પેની મજબૂત બને છે. પરંતુ ધ્યાન એ બાબતનું રાખવું કે ધીમી ગતિએ દોરડા કૂદવા.

 -જે બાળકોની ઉંચાઇ ઓછી છે તે જે રોજ દોરડા કૂદવાનું આદત કેળવે તો તેનાં હાડકાં મજબૂત બને છે. સાથે-સાથે હાઇટ પણ જલ્દીથી વધે છે.

 – દોરડા કૂદવાથી તણાવમાં પણ રાહત મળે છે. સાથે સાથે મનને પણ તાજગી મળે છે. દોરડા કૂદતા સમયે હાથ અને પગનાં કાંડા પણ ફરતા હોય છે. જેના કારણે કાંડા અને આંગળીઓનાં દુ:ખાવા પણ મટી જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.