Abtak Media Google News

પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ.૩૬ હજારનો મુદામાલ કબ્જે કરાયો

મોરબી એલસીબીની ટીમે મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દોરડો પાડી પાંચ શખ્સોને રૂ.૩૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સૂચનાને પગલે એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેતા બટુકભાઈ બેચરભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમતા બટુકભાઈ બેચરભાઈ પટેલ, દેવજીભાઈ કાનજીભાઈ પટેલ, રમેશભાઈ જીવરાજભાઈ પટેલ ,હરિભાઈ રણછોડભાઈ દલવાડી,

દેવજીભાઈ વિરજીભાઈ દલવાડીને રૂ.૩૬,૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમે કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.