Abtak Media Google News

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોલ્ડ દ્વારા કરાયું આયોજન: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો

સંજોગોમાં સમાજને ઉપયોગી થવા તેમજ લગ્ન વગર રહી ગયેલ યુવક-યુવતીઓને પોતાના જીવન સાથીને પસંદ કરવા માટે એક વિશાળ પ્લેટ ફોર્મ મળી રહે તેમાટે લેઉવા પટેલ સમાજનો યુવક યુવતીનો વેવિશાળ પરિચય કાર્યક્રમનું આયોજન તા.૨૩-૯ ને રવિવારે રાજકોટ મુકામે આ સોશ્યલ ગ્રુપ (ગોલ્ડ) રાજકોટ કરેલ છે. જેમાં ગ્રેજયુએટ કે તેથી ઓછો અભ્યાસ અને ૨૫ વર્ષથી વધારે ઉંમરના ઉમેદવાર યુવક યુવતી ભાગ લઈ શકશે. સાથે સાથે આ સમાજમાં ખોડ ખાપણ ધરાવતા વિકલાંગ યુવક યુવતી, વિધુર કે વિધવા ઉમેદવારો પણ આ વેવિશાળ પરિચય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.

વેવિશાળ પરિચય કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક યુવક યુવતી પસંદ પડે તેવા વાતાવરણમાં કાર્યક્રમ યોજી આધુનિક ટેકનોલોજીનો તેમજ કોમ્પ્યુટરની મદદથી તમામ વિગતો મળી રહે તેવા સંપૂર્ણ બાયોડેટાની ડીરેકટરી બનાવવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક યુવતી તથા તેમની સાથે આવેલ વાલીઓને ચા પાણી નાસ્તો તથા બપોરના ભોજનની વ્યવસ્થા પણ સોશ્યલ ગ્રુપ તરફથી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશ્યલ ગ્રુપના સભ્યોની જુદી જુદી સમિતિઓ બનાવીને કામગીરીમાં જોડી દેવામા આવશે.

રાજકોટમાં ફોર્મ નવદીપ એગ્રો ટ્રેડર્સ, ૧૨૯ રોયલ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, ભૂતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ વિનુભાઈ ભીકડીયા મો.નં. ૯૪૨૬૬ ૧૭૯૧૭ તથા સરદાર પટેલ કર્મચારી મંડળ ૧૦૧, રામેશ્ર્વર ચેમ્બર, ૪ મનહર પ્લોટ, મંગળા રોડ, રાજકોટ-૧ ફોન: ૦૨૮૧-૨૪૬૭૦૭૦ ખાતેથી મળી રહેશે.

કાર્યક્રમની વિગતો આપવા જયેશભાઈ ચોવટીયા, રાહુલભાઈ ગીણોયા, ધવલભાઈ સોજીત્રા, બી.ટી. કળથીયા, પ્રફુલભાઈ ટીલારા, દિનેશભાઈ પટોળીયા, આર.જે. બોઘરા, જી.કે.ગજેરા, વલ્લભભાઈ કુંભાણી, ધી‚ભાઈ ગજેરા, છગનભાઈ સાકરીયા, વિનુભાઈ ભીકડીયા, અશોકભાઈ વઘાસીયા, જયોત્સનાબેન ટીલાળા, સ્મીતાબેન ડોબરીયા, જયશ્રીબેન વરસાણી અને અનુબેન રીબડીયા, મંજુલાબેન સાવલીયા અબતકની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.