Abtak Media Google News

એક એવું જંગલ છે જ્યાં લોકો ખાસ આપઘાત કરે છે, આ જંગલ જાપાનમાં આવેલું છે. જાપાનના આ ઓકિગાહારા જંગલમાં મૃતદેહો મળવા સામાન્ય વાત છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરે છે. આ જંગલ ટૉક્યોથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે ફુજી પર્વતના ઉત્તર-પશ્ચિમ બેઝ પર આવેલું છે. અહીં દર વર્ષે 50થી ૧૦૦ લોકો આત્મહત્યા કરે છે. આ જંગલમાં એટલાં વૃક્ષો છે કે અહીં સારી રીતે હવા અને સુર્યપ્રકાશ પણ મળતાં નથી. અહીં વન્ય પ્રાણીઓ પણ નથી. એ જ કારણ છે કે આ જંગલ ખૂબ શાંત છે. અહીં પથ્થરની ઘણી ગુફાઓ છે.

અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજની જેમ આ જાપાની જંગલ દુનિયાની એવી જગ્યાઓમાં સામેલ છે, જ્યાં ઘણા લોકો આત્મહત્યા કરી લે છે. આ જંગલમાં મોતની કહાણીઓ પર એક ફિલ્મ ‘ધ ફૉરેસ્ટ’ (સ્પેનિશમાં ‘એલ બોસ્ક’) પણ બની છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. ઓકિગાહારા જંગલમાં આત્મહત્યાઓને રોકવા માટે સરકારે ઘણા પ્રયાસ કર્યા છે. જંગલમાં પ્રવેશતા જ એક નોટિસ જોવા મળે છે, જેમાં લખ્યું છે કે, ‘ફરી એક વખત તમને મળેલા આ જીવન વિશે વિચારો.

બધુ એકલાં સહન કરતાં પહેલાં કોઈનો સંપર્ક કરો.’સમગ્ર દુનિયામાં લગભગ આઠ લાખ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા મુજબ જે દેશોમાં લોકો સૌથી વધારે આત્મહત્યા કરે છે તેમાં જાપાન પ્રથમ પાંચ દેશોમાં છે. ૨૦૧૫માં જાપાનમાં આત્મહત્યાનો અનુપાત વિકાસશીલ દેશોમાં સૌથી વધારે રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.