રાજકોટના નાના મવામાં ખોદકામ સમયે ગેસની પાઇપલાઇન ધડાકા સાથે તૂટતા આગ ફાટી નીકળી

રૂ.૫૨ લાખનું હિટાચી મશીન બળીને ભસ્મીભૂત; ૫ ફાયર બ્રિગેડની ટીમે ગેસ પુરવઠો બંધ કરી આગ કાબુમાં લીધી

શહેરના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટિમ દ્વારા ભૂગર્પ ગટર પાઇપ લાઇન નાખવા માટેનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. જે દરમિયાન શ્રીનાથજી હવેલીની બાજુમાં જેસીબીના ખોદકામ વેળાએ અકસ્માતે ગેસની પાઇપલાઇન તૂટી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હિટાસી ચાલક વાહન મૂકી નાશી છૂટ્તા ભળભળ કરતું સળગી ઉઠ્યું હતું.આગના બનાવ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તાકીદે ગેસ પુરવઠો બંધ કર્યો હતો.પાંચ થી વધુ ફાયર બ્રિગેડની ટીમે ૨૦ મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં રૂ.૫૨ લાખની કિંમતનું જેસીબી મશીન બળીને ખાખ થઈ ગયું હતું.જયારે ૨૦ મિનિટમાં ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિકોને હાશકારો થયો હતો.

Loading...