Abtak Media Google News

રાજકોટનાં ગોંડલના દેરડી (કુંભાજી) ગામે વસુંધરા નગરમાં મજૂરોનાં ઝુંપડામાં આગ લાગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મજૂરો કામે ગયા હતા તે દરમિયાન ઝુંપડામાં આગ લાગી હતી.

અંદાજે 12 જેટલા ઝુંપડા આગની ઝપેટમાં આવી ગયા હતાં અને તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઝુંપડામાં અંદાજે 40થી 50 લોકો રહેતા હતા. હાલ તો ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.