Abtak Media Google News

કોઈ જાનમાલની હાની નહીં આગને કાબૂમાં લેવા અને ઉદ્યાનના વન્ય જીવોને બચાવવા ફાયરબ્રીગેડની ટીમ કાર્યરત

મુંબઈના ઉત્તર પશ્ચીમ વિસ્તારમાં આવેલા સંજયગાંધી રાષ્ટ્રીય ઉધાન પરિસરમાં પાસે આવેલા જંગલોમાં ભિષણ આગ લાગી છે. આ આગ ત્રણ કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ચાર ફાયર એન્જીન સાથે ટીમને ઘટના સ્થળે તૈનાત કરી દેવાઈ છે. ભિષણ આગને કાબુમાં લેવા મુંબઈ ફાયર બ્રિગેડે મોડીરાત્રે વધુ દસ ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચાડયા હતા. ઉલ્લેખનીય છે કે આ ભિષણ આગમાં કોઈની જાનહાની થયાના સમાચાર નથી.

ફિલ્મસિટી પાસે હબલાપાડામાં જંગલી પહાડીઓમાંથી એક ઉપર આગ લાગી હતી અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તિવ્રતાથી ગોરેગાવના લગભગ ચાર કિમીના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ અંગે વધુ જણાવતા સંજયગાંધી રાષ્ટ્રીય ઉધાનના ડાયરેકટર અનવર અહેમદે કહ્યું કે આગ સાંજે લગભગ ૬.૩૦ વાગે લાગી હતી આગ એટલી વિકરાળ હતી. કે ઉધાન પાસે કંઈ દેખાતુ પણ નહતુ. જોકે આગમાં કોઈ જાનહાની થઈ નથી.

મહત્વનું છે કે ભિષણ આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરનીટીમ કામે લાગી ગઈ છે. અને આ વિસ્તારમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષાના પગલા રૂપે પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સંજય ગાંધી નેશનલ પાર્કમાં વિવિધ વન્યજીવો છે જેમા નાના કીડાઓથી માંડીને પક્ષીઓ, ચિતા, મોર, હરણ, જેવા મોટા અને નાના જીવ છે. આ ઉપરાંત આ ઉધાનમાં નાની મોટી વનસ્પતિ અને છોડ પણ છે. જોકે આગ ને કારણે હજી કોઈ નુકશાનીના સમાચાર નથી.

મહત્વનું છે કે ૧૯૭૪માં બનાવવામાં આવેલું સંજયગાંધી રાષ્ટ્રીય ઉધાન મુંબઈના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉધાનમાં ૩૮ સરીસૃપ પ્રજાતીઓ છે. જેમાં કોબ્રા, રસેલવાઈપર, બૈમ્બુ પિટ વાઈપર, અને સિલોની કેટ જેવા સાપ આકર્ષણનું કેન્દ્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.