રેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર!

છે કોઈ ધ્યાન રાખવાવાળું ?

સિવિલના રખોપા ઉપર અનેક સવાલ ઉદ્દભવિત કરતી તસ્વીર

સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના પેશન્ટ સારવાર અર્થે આવે છે. ઉપરાંત ક્રિટિકલ દર્દીઓ માટે સિવિલ આશીર્વાદરૂપ છે. અહીંથી કોરોનાનો ચેપ ન પ્રસરે તેથી આસપાસના વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે અને જરૂર વગર અવરજવર ન કરવા તેમજ પૂરતી તકેદારી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમ છતાં સિવિલના કેમ્પસમાં જ કોરોનાનો જે વોર્ડ છે તેને તદ્દન નજીક એક શ્રમિક પરિવાર માસ્ક પહેર્યા વગર ફરતો નજરે પડ્યો છે. આ દ્રશ્ય સિવિલની સુરક્ષા ઉપર અનેક શંકા કુશંકા ઉપજાવે છે.  જો કે આ શ્રમિક પરિવાર કદાચ વર્તમાન સ્થિતિની ગંભીરતા નહિ સમજતું હોય પણ અહીં સુરક્ષાની જેને જવાબદારી સોંપવામાં આવી છે તે લોકો ક્યાં ગાયબ થઈ ગયા તે પણ વિચાર માંગી લેતો મુદ્દો છે.

Loading...