લાલવાડી વિસ્તારમાં વાડામાંથી ૧૬૯૨ બોટલ ઇંગ્લીશ દારૂ પકડતી એ ડિવિઝન પોલીસ

બે શખ્સો ઝડપાયા, બે ફરાર: ૮.૪૬ લાખનો દારૂ કબ્જે

જામનગર શહેર સીટી એ ડીવીઝન પોલીસને વાડામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે, લાલવાડી વિસ્તારમાંથી એ ડીવીઝન પોલીસે ૮.૪૬ લાખના અંગ્રેજી દારૂના જંગી જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે દારૂની ૧૬૯૨ બોટલ કબજે કરી છે.

જામનગરમાં અન્નપૂર્ણા મંદિર રોડ પર લાલવાડી શેરી નં.૨માં અંગ્રેજી દારૂનો સંગ્રહ અને વેચાણની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે જગદીશ રમણિકભાઇ સેલડિયાના વાડામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડામાંથી પોલીસને અલગ અલગ કંપનીની અંગ્રેજી દારૂની રૂ.૮.૪૬ લાખની કિંમતની ૧૬૯૨ નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી અહીં દારૂનો સંગ્રહ કરનાર મોશિન અબ્બાસભાઇ ખફી નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી બોલેરો મેક્સી તથા ટાટા એસ પણ કબજે કર્યા હતા. દરોડા દરમિયાન દારૂના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા મહોમ્મદ ઇકબાલ ઉર્ફે ટકો લતીફભાઇ ખફી તથા અકબર સીદીક જુણેજા નામના શખ્સો સ્થળ પર મળી નહી આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે ચારેય શખ્સો સામે પ્રોહિબિશનની કલમો અંતર્ગત ગુન્હો નોંધી કુલ ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઓએ કરી હતી.

Loading...