Abtak Media Google News

સામાગ્રી

  • – ૧/૨ કપ તાજુ ખમણેલુ નાળિયેર
  • – ૨ ટેબલ સ્પુન તલ
  • – ૧ ટી સ્પુન ઘી
  • – ૩ ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • – ૨ ટી સ્પુન કાજુના ટુકડા
  • – ૧ ટી સ્પુન અડદની દાળ
  • – ૧ ટી સ્પુન ચણાની દાળ
  • – ૧ સ્પુન રાઇ
  • – ૧ ટી સ્પુન જીરૂ
  • – ૧ આખુ લાલ કાશ્મીરી મરચુ
  • – ૭-૮ કડી પત્તા
  • – ૧/૨ ટી સ્પુન હિંગ
  • – ૨/૧ કપ રાંધેલા ભાત
  • – મીઠુ

રીત 

સૌ પ્રથમ એક નાના પેનને ગરમ કરો તેમા લાલ નાખીને મધ્યમ તાપ પર તલને ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સુકા શેકી લો. તે પછી તેને સંપૂર્ણ ઠંડા થવા દો. જ્યારે તે ઠંડા થઇ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી કરકરો પાઉડર બનાવી બાજુ પર રાખો.એક ઉંડી નોન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમા કાજુ મેળવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી કઢાઇમાંથી કાઢી બાજુ પર રાખો. એ જ કઢાઇમાં તેલ ગરમ કરી તેમા અડદની દાળ અને ચણાની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેક્ધડ સુધી સાંતળી લો. તે પછી તેમા તૈયાર કરેલો તલનો પાઉડર, લીલા મરચા, ખમણેલુ નાળિયેર, ભાત અને મીઠુ મેળવી સારી રીતે મિક્સ કરી લો મધ્યમ તાપ પર ૨ થી ૩ સુધી વચ્ચે- વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાજુ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.