Abtak Media Google News

ડ્રગ્સ પ્રકરણમાં ‘ચીનુંડી’ સહિત બે પાસામાં ધકેલાયા

શહેરના રીઢા ગુનેગારો, તસ્કરો, માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરાયા બાદ પાસાના કાયદામાં થયેલા સુધારાથી ડ્રગ્સ માફિયા અને વ્યાજના ધંધાર્થી સામે પોલીસ કમિશનર દ્વારા પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી ‘ચીનુંડી’ નામની મહિલા સહિત ત્રણને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જંગલેશ્ર્વર મફતીયાપરામાં રહેતી અને લોક ડાઉન દરમિયાન હેરોઇનનું વેચાણ કરતી ઝડપાયેલી ચીનુડી ઉર્ફે સલમા બસીર જેસાણી અને તેનો સાગરીત ઇમ્તીયાઝ ઉર્ફે ભૂરો ઓસમાણ પીંજારાની એસઓજી સ્ટાફે ધરપકડ કરી હતી. ચીનુડીના પરિવારના અનેક શખ્સો ચરસ અને ગાંજા સાથે ઝડપાયા હોવાતી તેઓને જામીન પર છોડાવવા માટે પોતે પણ ડ્રગ્સનો કારોબાર સંભાળ્યો હોવાનું બહાર આવ્યું હતું. ડગ્સના ધંધા સાથે સંકળાયેલા શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવાનો સરકાર દ્વારા થયેલા સુધારાના પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સીઆઇડીના એડીશનલ ડીજીને ચીનુડી અને તેના સાગરીત ભુરાની પાસા હેઠળ અટકાયત કરવા દરખાસ્ત મોકલી હતી જે અંતર્ગત બંનેના પાસાના વોરન્ટ ઇસ્યુ થતા ભક્તિનગર પી.આઇ. જીતુભા ઝાલા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે બંનેના પાસાના વોરન્ટની બજવણી કરી ચીનુડીને ભૂજ અને ભુરાને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયા છે. જ્યારે લક્ષ્મીવાડીમાં રહેતા વ્યાજનો ધંધાર્થી ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ જગતસિંહ ઝાલા તાજેતરમાં જ બે પિસ્તોલ સાથે ઝડપાતા તેની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાનું વોરન્ટ ઇસ્યુ કરતા તેના પાસાના વોરન્ટની બજવણી પણ ભક્તિનગર પોલીસે કરી એક જ દિવસમાં મહિલા સહિત ત્રણને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.