Abtak Media Google News

શિક્ષણનો વ્યાપ વધે: ‘મહિલા સાક્ષરતાનો દર ઉંચો લાવવો અને સામાજીક વ્યવસ્થાનું મહત્વનું અંગ મહિલા’ તે અંગે સવિશેષ માર્ગદર્શન અપાયું

મહિલા સામખ્ય ભાવનગર અને પાલીતાણા મહિલા સામખ્ય યુનિટના તેમજ આયુર્વેદિક હોસ્પિટલ ઠાડચ ના સંયુક્ત ઉપક્રમે પટેલ બોર્ડિંગ પાલીતાણા મહિલા સશક્તિકરણ તેમજ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ બહેનો આગળ આવે એમના માટે સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી યોજનાઓ, શિક્ષણનો વ્યાપ વધે અને મહિલા સાક્ષરતા નો દર , ઊંચો લાવી શકાય તેમજ સામાજિક વ્યવસ્થા નું મહત્વનું અંગ મહિલાઓ હોય તે અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું .

પાલીતાણા તાલુકા ની ૨૦૦ જેટલી મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભ મેળવ્યો હતો. મહિલાઓના વિવિધ રોગ સંબંધી માર્ગદર્શન સાથે-સાથે નિદાન અને ચક્ષુ સંબંધી રોગનું નિદાન પણ કરવામાં આવ્યું . સમાજને અને રાષ્ટ્રને ઉત્કૃષ્ટ બનાવવા તમામ વિભાગમાં મહિલાઓની સપ્રમાણ ભાગીદારી હોય અને સવિશેષ યોગદાન રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના માભ ઇલાબેન,  પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ વાઘેલા, બીઆરસી કો ઓર્ડીનેટર હાર્દિકભાઈ ગોહેલ, તાલુકા પંચાયતના ચેરમેન જયપાલસિંહ સવિશેષ હાજર રહ્યા હતા .

આ કાર્યક્રમને સફળ બનાવવા પાલીતાણા તાલુકાના મહિલા સામખ્ય યુનિટના નિમિષાબેન,  સોનલબેન , કૈલાસબેન, શારદાબહેન, કોમલબેન ગોહિલ અને તમામ મહિલા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.