Abtak Media Google News

ઉત્તરાખંડના બૂઢા કેદરામાં બુધવારે વહેલી સવારે 4 વાગે વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદના કારણે અહીં ભૂસ્ખલનના કારણે એક મકાન પણ દબાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘરમાં રહેતા પરિવારના સાત સભ્યો મકાનના કાટમાળમાં દટાઈ ગયા છે. જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે. કાટમાળમાંથી 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.