Abtak Media Google News

દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી દ્વારકાધીશ જગતમંદિરના વારાદાર પુજારીની યાદી અનુસાર ધનુર્માસ ના ઉત્સવોને અનુલક્ષીને શ્રી દ્વારકાનાથજીના દર્શનના સમયમાં ફેરફાર થનાર હોવાનું મંદિરના વહિવટદારની યાદીમાં જણાવાયું છે. જે મુજબ તા.૧૮/૧૨/૨૦૧૮ને મંગળવારના રોજ મંગલાઆરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબનો રહેશે. તા.૨૦/૧૨/૨૦૧૮ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેશે. તા.૩/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે. આ ઉપરાંત ધનુર્માસનાઅંતિમ દિન એટલે કે તા.૧૦/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.