Abtak Media Google News

રાજકોટ રેન્જનાં નિડર અને બાહોશ આઇજી સંદિપસિંહે જામનગર પંથકની ભૌગોલિક પરિસ્થિતીના વાકેફ ડીવાય.એસ.પી.એ.પી.જાડેજાને તપાસ સોંપી

ખનીજચોરીના સુત્રધાર સુધી પોલીસ પહોંચશે કે રાજકીય ચંચુપાત ભરખી જશે?

ખાણ-ખનિજ અને કલેકટર તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા રેકેટ ભેદવામાં આરઆર સેલને મળી સફળતા

કલ્યાણપુર ખનિજ ચોરીમાં સંડોવાયેલા ચમરબંધીઓને નહીં છોડાય

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ પંથકમાં વર્ષોથી થતી ખનિજ ચોરીના કૌભાંડમાં સૌ પ્રથમ વખત રાજકોટ રેન્જના નિડર અને બાહોશ આઇજી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ કલ્યાણપુરના ભોપામઢી ખાતેથી પકડવામાં સફળતા મળી છે. ત્યારે રાજકીય ઓથ ધરાવતા ખનિજ માફિયા કાયદાની ચુંગાલમાંથી છટકી ન જાય તે માટે જામનગર પંથકના નસેનસથી વાકેફ ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાને તપાસ સોપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ખનિજ ચોરીમાં સંડોવાયેલા ચમરબંધીને છોડવામાં નહી આવે તેમ ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

કલ્યાણપુરના લીંબડીથી દ્વારકા તરફ જતા માર્ગ પર ભોપામઢી ખાતે ચાલતી ખનિજ ચોરી કૌભાંડનો રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના ખાસ સ્કવોડના પી.એસ.આઇ.ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી કરોડોની ખનિજ ચોરીના ગુનામાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

ખનિજ ચોરી કૌભાંડના મુળ સુધી પહોચવા માટે રેન્જ આઇજી સંદિપસિંહે જામનગર પંથકના ભૌગોલિક રીતે જાણકાર અને તાસીરથી વાકેફ એવા ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાને તપાસ સોપી છે. ખનિજ ચોરી થતી હોવા છતાં આંખ આડા કાન કરનાર કલ્યાણપુર પંથકના પી.એસ.આઇ. ઓડેદરાને લીવ રિઝવમાં બદલી કરી છે.

કલ્યાણપુર પંથકમાં વર્ષોથી કિંમતી ખનિજ ચોરી કૌભાંડ ખાણ-ખનિજ અને કલેકટર તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ચાલતું હોવાતી ખનિજ ચોરી કૌભાંડમાં રાજકીય ચંચૂપાત થાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે ત્યારે ડીવાય.એસ.પી. એ.પી.જાડેજાએ ચમરબંધીને નહી છોડવામાં આવશે નહી અને રેન્જ આઇજી સંદિપસિંહે મુકેલા વિશ્ર્વાસને પરીપૂર્ણ કરવા માટે નિડરતાથી તપાસ કરવામાં આવશે તેમજ જણાવ્યું છે.

કલ્યાણપુર પંથકમાં થતી ખનિજ ચોરી એલ્યુમિનિયમ બનાવવામાં ઉપયોગી થતું હોવાથી કાચા સોનાની દાણચોરી સમાન કૌભાંડમાં રાજકીય આકાઓના આશિર્વાદથી ચલાવવામાં આવી રહ્યું છે. ખનિજ ચોરી પકડયું તે પાસેરામાં પહેલી પુણી સમાન છે. સાર્વભૌમત્વ મેળવવા ખનિજ ચોરીમાં અગાઉ અનેક હત્યા અને હત્યા કાંડ થયા છે. ત્યારે જમીન વોરની લડાઇ પણ થઇ છે. પોલીસ માત્ર દારૂ અને જુગારના કેસ કરી કામગીરીનો સંતોષ માને છે ત્યારે કરોડોના ચાલતા કૌભાંડના મુળ સુધી પહોચવામાં કેમ વામણા સાબીત થાય છે તેવો સવાલ થઇ રહ્યો છે.

બરડો ડુંગર વર્ષોથી રાજકીય નેતાઓથી લઇ મગરમચ્છોના કબ્જામાં

રાતડી અને ઓડદર ગામ નજીક પથ્થરની ગેરકાયદે ખાણો : ખાણખનીજની મિલીભગત  ?

પોરબંદર જિલ્લાના દરિયાકિનારા ઉપર છેલ્લા કેટલાય દાયકાઓથી બેફામપણે ખનિજચોરીઓ થઈ રહી છે. પોરબંદરનું વહીવટીતંત્ર અને ખાણખનિજ વિભાગ સંપૂર્ણપણે ખનિજચોરી નાથવામાં નિષ્ફળ રહ્રાું હોય તેમ અનેક દરોડાઓ બાદ હળ પણ ગેરકાયદેપથ્થરની ખાણો ધમધમે છે. જાણકાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાતડી પંથકમાં રાત્રીના સમયે ગેરકાયદેસર પથ્થરની ખાણો બેફામપણે ધમધમે છે, ત્યારે આ મામલે જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર જિલ્લાના માધવપુરથી લઈને મીંયાણી સુધીના એકસો વીસ કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે. સરકારી તંત્રના અનેક દરોડાઓ અને તેમાં ઝડપાયેલી કરોડો રૂપીયાની ખનિજચોરી અંગે અપાયેલી નોટીસો બાદ પણ ગેરકાયદે ખાણો બંધ જ થવાનું નામ ન લેતી હોય તેમ હાલ પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્રાા છે. થોડા સમય પહેલા ખાણખનિજ વિભાગ અને જિલ્લા કલેકટરે મોટાભાગની ગેરકાયદે પથ્થરની ખાણો બંધ કરાવવા અંગેની કામગીરી કરી હતી. ત્યારબાદ થોડા સમય માટે જાણે સોંપો પડી ગયો હોય તેમ મોટાભાગની ખાણો બંધ થઈ ગઈ હતી. પરંતુ ખનિજચોરીનો વ્યવસાય જાણે કે કેટલાક લોકોને ફાવી ગયો હોય એમ ફરી ખાણો શરૂ થઈ ગયાના અહેવાલો મળી રહ્રાા છે. જેમાં બરડા વિસ્તારમાં જોવા મળતી ચર્ચાઓ મુજબ રાતડી પંથકમાં ઘણી ગેરકાયદેસર પથ્થરની ખાણો ફરી ધમધમતી થઈ છે. માત્ર રાતના સમયે જ આ ગેરકાયદેસર ખાણો ધમધમે છે અને લાખો રૂપીયાની ખનિજચોરી થઈ રહી છે. તો બીળ એક ચચર્ા મુજબ પોરબંદર-સોમનાથ રોડ પર ઓડદર પંથકમાં પણ અનેક પથ્થરની ગેરકાયદેસર ખાણો ખૂલ્લેઆમ ધમધમી રહી છે. લગભગ પચાસથી પણ વધુ પથ્થરની ખાણોના ખાડાઓ શરૂ થઈ ચૂકયા છે. ઓડદરમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણો અંગે પોલીસની પણ મીઠી નજર હોવાની આ વિસ્તારમાં ચર્ચા જોવા મળે છે. આ ચર્ચાઓ સમગ્ર બરડાપંથકમાં ચર્ચાઈ રહી છે  ભૂતકાળ માં પણ પોલીસ વહીવટ કરી અને રાતડી પંથક માં થતા ગેરકાયદે ખનન ને પ્રોત્સાહન આપતી હતી આ વાત સમગ્ર બારડો પંથક જાને છે આ ગેરકાયદે ખનન માં ઉચ્ચ રાજકીય માથા ઓ ની પણ સંડોવણી હોવાથી સરકારી વિભાગ આંખ આડા કાન કરે છે ત્યારે  હીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર ધમધમતી થયેલી ખાણો બંધ કરાવવામાં આવે તેવી માંગણી પણ દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકો કરી રહ્રાા છે

કલ્યાણપુરના ફોજદારને ખનીજચોરીનો રેલો આવ્યો

કલ્યાણપુરના ભોપામઢી ખાતેથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ખનિજ ચોરી થતી હોવા છતાં આંખ આડા કાન કરનાર કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઇ. ઓડેદરાને જામનગર લીવ રિર્ઝવમાં બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.