Abtak Media Google News

દ્રુપદ ભુત નામનો વ્યક્તિ રસરાજ મસાલા બ્રાન્ડથી હલકી ગુણવત્તાના ભેળસેળ યુકત, કેમીકલ યુકત મસાલા બનાવી નજીવી કિંમતે વેંચતો હતો: ૨૭૫ કિલો મસાલા પાવડર, રોમટીરીયલ્સનો નાશ કરી મરી પાવડર અને ફૂદીના પાવડરના સેમ્પલ લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી નં.૧માંતી ભેળસેળ તથા કેમીકલ યુકત મસાલા બનાવતા યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ૨૭૫ કિલો જેટલા પાવડર અને રો-મટીરીયલનો નાશ કરી મરી પાવડર અને ફૂદીના પાવડરના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

Whatsapp Image 2017 09 12 At 11.47.28 Am1 1આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ભગવતીપરા શેરી નં.૧માં દ્રુપદભાઈ ભુતના નામના આસામી રસરાજ મસાલા બ્રાન્ડથી દેવ ફુડ પ્રોડકટના ઉત્પાદનનો ધંધો છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. સસ્તો ભેળસેળ યુકત, કેમીકલ યુકત મસાલો તેમજ સીઝલીંગ મસાલો બનાવી ‚ા.૮૦ થી ૧૦૦ ‚પિયાના કિલો લેખે રાજકોટ શહેર તથા બીજા શહેરોમાં કેટરીંગ, રેસ્ટોરન્ટ, ફરસાણના ઉત્પાદકોને આપે છે. તેની કોઈ પ્રોડકટમાં લેબલ લગાવેલ હોતુ નથી કે રો-મટીરીયલ્સ લેબલ કે ફુડ ગ્રેડની કોઈ માહિતી બતાવવામાં આવતી નથી. મસાલા બનાવવા માટે સ્ટાર્ચ, શંખજી‚, ફલેવર એસેન્સ, અખાદ્ય કેમીકલનો ઉપયોગ કરતા હોવાનું પકડાયું છે.

તેઓએ ઉમેર્યું હતું કે, રસરાજ મસાલા દ્વારા મરી પાવડર, આમચુર પાવડર, ફૂદીના પાવડર,લવીંગ પાવડર, સંચણ પાવડર, તમાલપત્ર પાવડર, ગ્રીન ચીલી પાવડર, ટોમેટો પાવડર અને હિંગ પાવડર બનાવવામાં આવતા હતા. આ તમામ પાવડર ‚ા.૮૦ થી ૧૦૦માં વેંચવામાં આવે છે. વાસ્તવમાં જે પાવડરને નામ આપવામાં આવ્યું હોય છે તેમાં તે પાવડરનું કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. એસીડ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખાવાથી લોકોના આરોગ્યને ભયંકર નુકશાની થાય છે.

આજે દરોડા દરમિયાન સ્થળ પરથી ૨૭૫ કિલો પાવડર, રો-મટીરીયલનો નાશ કરી મરી પાવડર અને ફૂદીના પાવડરના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. દ્રુપદભાઈ ભુત દ્વારા આ ભેળસેળ તથા કેમીકલ યુકત મસાલાની સપ્લાય ટેસ્ટી બાઈટ, રાજ કેટરર્સ, ગોપાલ કેટરર્સ, રોયલ કેટરર્સ, ખોડીયાર કેટરર્સ, ગાયત્રી નમકીન, પરાગ વેફર્સ, સ્પાઈસ નેસ્ટ, ન્યુ મયુર કેટરર્સ, લાઈફ વેલ ખાખરા, જગદીશ વેફર, માધવ કેટરર્સ, વિમલ નમકીન, તુલસી ફૂડ પ્રોડકટ, સાગર નમકીન, ધવલ નમકીન, રવી નમકીન, એમ.બી.ટ્રેડીંગ, મીત નમકીન, બંસી ફ્રાઈમ્સ અને તુલસી ફ્રાઈમ્સમાં કરવામાં આવતો હોવાનું દરોડા દરમિયાન માલુમ પડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.