Abtak Media Google News

શહેરમાં લાઈટ-પાણી-ગટરની સુવિધાઓ ન મળવા ઉપરાંત શહેરનાં બિસ્માર માર્ગોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

કચ્છ જિલ્લાના પાટનગર ગણાતા ભુજ શહેર ખાતે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી ના થતા અને હાલની આ બોડી કામ ન કરવાથી પ્રજાજનો દ્વારા નગરપાલિકા નગરપાલીકા ખાડે ગઇ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું જેમાં સત્તાધારીઓ દ્વારા પોતાના મોબાઇલ ફોન  સ્વીચ ઓફ કરી નાખવા અને લોકોના કામ ન કરવા સહિતના આક્ષેપો ઉઠી રહ્યાં હતા અને લોકો રોડ લાઈટ પાણી અને ગટર મુદ્દે નગરપાલિકા મા મોરચા લઈને આવતા પરંતુ તેઓને યોગ્ય ઉત્તરો મળતા ન હોવાથી ભુજ નગરપાલિકા સામે આક્રોશ વ્યકત થયો હતો ત્યારે હવે લોકો સમજી ગયા છે કે ભુજ નગરપાલિકા તો ખાઙે થઈ હતી પરંતુ હવે વિકાસના નામે આખા ભુજને ખાતામાં નાખી દીધું છે આવી એક ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે

આ અંગે ચર્ચાતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના વડામથક તરીકે આવેલા ભુજ શહેરમાં છેલ્લા અઢી વર્ષમાં પ્રજાજનોને દિવસે નગરપાલિકાના સત્તાધીશો એ તારા દેખાડી દીધા છે અને દીવા નીચે અંધારું હોય કેવી હાલત પ્રજાજનોની કરી નાખી છે જેમાં પહેલા ભુજ નગરપાલિકામાં લોકો રોડ લાઇટ અને પાણી મુદ્દે મોરચા લઈ આવતા હતા પરંતુ હવે પાણી તેમજ ગટર મુદ્દે વિવિધ લતા ઓ માંથી મોરચા લઈને આવું પડે છે તેમ છતાં પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશોની પેટનું પાણી હલતું નથી તો થોડા દિવસ પહેલા વેપારી મંડળો દ્વારા ભુજ નગરપાલિકાના સત્તાધીશો પાસે આવી વિવિધ રજૂઆતો કરી અને તેની દુકાન પાસેથી નીકળતા ગટરના પાણી ના લીધે વેપારીઓ તેમજ ગ્રાહકો દુર્ઘટના લીધે બેસી શકતા ન હોવાથી અને અવર-જવર કરી શકતા ન હોવાની ચર્ચાઓ પણ કરી અને ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી તેમજ ચીફ ઓફિસર નિતીન બોડાત શહેરના વાણીયાવાડ થી ભીડ વિસ્તાર સુધી પદ યાત્રા કરાવી હતી તેમ છતાં હાલમાં દિવાળીના દિવસો ને લઈને ગટરના પાણી તો ઉભરાય છે પરંતુ હવે રસ્તા ઉપર રોડ કામ ના નામે ખાડા કરી  નાખતા વેપારીઓ અને પ્રજાની હાલત કફોડી બની ગઈ છે

આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય થાય તે જરૂરી બન્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકાએ અવારનવાર ખાડાઓ ગાડી રોડ બનાવવાનું કામકાજ કર્યું છે પરંતુ પ્રજાની લાગણી ભૂલી અને શહેરના વિકાસને બદલે  સત્તાધીશોએ પોતાના અને તેમના મળતિયાઓ જ વિકાસ કર્યો હોવાની વાતો પણ શહેરભરમાં વહેતી થઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.