Abtak Media Google News

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જન સમુદાય અને સ્વામિનારાયણ સંતોએ અમનની સિદ્ધિને બિરદાવી

ઝુઓલોજીના પેટા સબજેકટ પેલેન્ટોલોજી એટલે કે ડાઈનાસોર્સ ઉપરના સંશોધનનો સમન્વય એવા રાજકોટના પનોતા પુત્ર અને હાલ અમદાવાદવાસી એવા લેખક અમન કોટકના પુસ્તક નડાઈનોપિડીયાથનું વિમોચન સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં વિશાળ જન સમુદાયની હાજરીમાં પૂજય કોઠારી સ્વામી ભ્રમતિર્થ સ્વામિ તથા અમનના શિક્ષા ગુરુ ધર્મેશ કોઠારી, કલા ગુરુ કુલદિપસિંહ રાઠોડ તથા લેખન ગુરુ અને જાણિતા પત્રકાર સુનિલભાઈ જોશીએ કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરની બાલસભાથી લઈને પૂજય આઘ્યાત્મદાસ સ્વામિ તથા વિશ્વ વિખ્યાત યુવા મોટીવેશનલ સ્પીકર તથા બીએપીએસ સંસ્થાના જાણીતા સંત પરમ પૂજય જ્ઞાનવત્સલ સ્વામીના માર્ગદર્શનથી પ્રેરિત અમન કોટકે માત્ર ૨૨ની નાની વયે ફિલ્મ લેખન, નિર્દેશન અભિનય તથા ભારત સરકારમાં એનિમલ વેલફેર ઓફિસર જેવી અનેક સિદ્ધિઓ મોટી સંખ્યામાં માનપત્રો તથા એવોર્ડ મેળવી પ્રસ્થાપિત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાઈનોપિડીયા પુસ્તક ગુજરાત તેમજ ભારતમાં ડાઈનોસોર્સની હાજરી ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં તેના સંસ્કૃત લોકો સાથેના ઉલ્લેખથી સભર છે. વિશ્વનાં કુલ ૧૫૬ દેશોમાં એકી સાથે ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રસિઘ્ધ થઈ રહેલ અમન કોટકનું પુસ્તક ડાઈનોસોર્સ સંબંધી અનેક ન ઉજાગર થયેલ પ્રશ્નોનું સમાધાન કરે છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે શહેરના જાણિતા ઉધોગપતિ અગ્રણીઓ યોગિન છનિયારા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ભુપતભાઈ તલાટિયા, રિટાયર્ડ સિનિયર ડિવિઝનલ એકાઉન્ટ ઓફિસર બી.ડી.કોટક, જે.બી.માનસાતા ,અમદાવાદથી જાણિતા એડવોકેટ હાર્દિક વ્યાસ, જાણિતા આયુર્વેદિક ચિકિત્સક વૃષાંક દાવડા તેમજ સનાતન ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદસિંહ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. નોશન પ્રેસ દ્વારા પ્રકાશિત આ પુસ્તક નડાઈનોપિડીયાથની નકલ એમેઝોન, ફિલપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મસ તેમજ મો.૯૮૨૫૭ ૭૬૯૧૫ ઉપર સંપર્ક કરવાથી પ્રાપ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.