Abtak Media Google News

મોરબીના નવલખી ફાટક પાસે ડિવાઈડર સાથે બાઇક અથડાતા આશાસ્પદ આહીર યુવાનનું મોત નીપજ્યું હતું

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે શનિવારે રાત્રીના જી.જે.૩ એફ. ક્યુ ૪૬૦૪ નંબરનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ગભીર રીતે ઘવાયો હતો તાકીદે ૧૦૮ ને જાણ કરી હતી પણ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ યુવાન ના મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

મૃતક યુવાન માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામનો વિક્રમ આહીર હોવાનું જાણવા મળ્યુ છે આમ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત થતા આહીર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.